Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત રાજકારણ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતમાં પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી. કેજરીવાલ 6 જુનના રોજ અમદાવાદ અને મહેસાણમાં તિરંગા યાત્રા કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ પાર્ટીના નેતાઓ મતદાતાઓને રિઝવવા માટે અવનવા પેતરાઓ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષએ પ્રેસ કોનફરન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલ આગામી 6 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ અને મહેસાણા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.તેઓએ વધુમાં કહ્યું હતું કે કેજરીવાલના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું આયોજન થશે. યાત્રા પતાવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ આવી દિલ્હી જવા રવાના થશે. કેજરીવાલ 6 તારીખ બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી મહેસાણા જશે. રેલી દરમ્યાન જ કેજરીવાલ લોકોને સંબોધન કરશે. માત્ર રેલીનું આયોજન છે કોઈ જાહેર સભા નહીં થાય. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ કેજરીવાલનું આગમન થવાની વાત કરી હતી. વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં આપ આવવાથી ભાજપને ખૂબ ડર લાગી ગયો છે.મહત્વની વાત એ છે હાલ ગુજરાતમાં આપ પગપસેરો કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપનું ગઢ ગણાતા વિસ્તારમાં પણ રેલીઓ અને તિરંગા યાત્રાનું આયોજન કરીને મતદાતાઓને રિજવાના પ્રયાસો કરી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

અમદાવાદ ખાતે ICreate EVangelise 2022ને ગુજરાત રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા લોન્ક કરી

Shanti Shram

શહેર અને જિલ્લામાં સમગ્ર સિઝનમાં જેટલો વરસાદ પડે છે તેના 57 ટકા વરસાદ ચાલું વર્ષે જુલાઈના મધ્યાંતર સુધી પડી ગયો

Shanti Shram

શિવસેનાએ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને લીધો આ નિર્ણય, ઉદ્ધવ પક્ષના સમર્થકોની મળી હતી બેઠક

Shanti Shram

ગુજરાત રાજ્યમાં કોરોના થયો અનસ્ટોપેબલ, 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા

Shanti Shram

પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીના સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠાનું મુર્હત અર્પણ કરાયું

Shanti Shram

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

Shanti Shram