Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

હતો. નોંધારા નો આધાર પ્રોજેક્ટના લાભાર્થીઓ સહિત વિવિધ યોજનાના ૨૫ જેટલા લાભાર્થીઓને સાંસદના હસ્તે યોજનાકીય પ્રમાણપત્રો એનાયત કરાયા

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત આજ રોજ તા.૦૪ થી જૂન,૨૦૨૨ ને શનિવારના રોજ રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ તબક્કે રાજપીપલા નગરપાલીકા પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ હેમંતભાઇ માછી, સપનાબેન વસાવા સહિત નગરપાલીકાના અન્ય સદસ્યઓ, નર્મદા જિલ્લાના અગ્રણીનિલભાઇ રાવ, રાજપીપલાના નગરપાલીકાના ચીફ ઓફિસર રાહુલભાઇ ઢોડીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આજે શનિવારે બપોરે રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે યોજાયેલા ઉક્ત સંવાદ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે નર્મદા જિલ્લાના નોંધારા નો આધાર પ્રોજેક્ટ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના કુલ-૨૫ જેટલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને પૂરી પાડવામાં આવતી યોજનાઓ અંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે ચર્ચા કરી હતી અને તેનો લાભ કઇ રીતે યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડી શકાય તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભોના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તબક્કે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભ થકી તેમના જીવનમાં આવેલા બદલાવ અને પરિવારને થયેલા ફાયદા અંગે સાંસદશ્રી સમક્ષ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત રાજ્‍ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મીટિંગ કમ સેમિનારનું આયોજન કરાયું

Shanti Shram

મમતાની પાર્ટી ગુજરાતમાં લડશે ચૂંટણી, વિધાનસભાની સમગ્ર દેશની ચૂંટણી પર નજર રહેશે

shantishramteam

ધુળેટીના પાવન પર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગીરીશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યા વિવિધ કાર્યક્રમ, જાણો વિગતે

shantishramteam

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈના રોજ યોજાશે

Shanti Shram

વડોદરામાં નાઈટ કરફ્યુનો સરેઆમ ઉલ્લંઘન, ટી સ્ટોલ અને નાસ્તા હાઉસ જોવા મળ્યા ખુલ્લા.

shantishramteam

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin