Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

કોંગ્રેસના વધુ બે નેતા ભાજપમાં જોડાયા, ખુમાનસિંહ વાસીયા અને દલપત વસાવાએ કેસરિયો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જાણે થોભવાનું નામ જ નથી લેતો અને એક પછી એક કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપ તેની રણનીતિ મુજબ કોંગ્રેસ મુક્ત ભારત કરી રહી છે અને આ વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણી માટે બને એટલા વધુ નેતાઓને ભાજપમાં જોડવાનું કાર્ય ફુલબહારમાં થઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં વધુ ગરમાવો આવી રહ્યો છે આજે વધુ 2 નેતાઓ ભાજપમાં જોડાયા હતાગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો શરૂ થયો છે. ભાજપમાંથી જ ચૂંટણી લડીને પ્રધાન બનેલા અને શંકરસિંહ વાઘેલાની સરકાર સમયે ભાજપમાંથી અલગ થઇ રાજપામાં જનાર અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરૂચ જિલ્લાના નેતા ખુમાનસિંહ વાસિયા ભાજપમાં જોડાયા છે. આ સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા પણ ભાજપમાં જોડાયા છે.ગાંધીનગર ખાતે આજે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા અને પૂર્વ મહામંત્રી દલપત વસાવા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ મંત્રી ખુમાનસિંહ અને મહામંત્રી દલપત વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે ખેસ પહેરાવમાં આવ્યો હતો.પૂર્વ નેતા ખુમાનસિંહ વાસિયાએ આજે ભાજપમાં જોડાતા જ એક વિવાદિત નિવેદન આપ્યું હતું જો કે આ નિવેદન પોતાનું અંગત નિવેદન હતું તેમ જણાવ્યું હતું. ખુમાનસિંહ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં દારૂ બાંધી હટાવી લેવી જોઈએ અને આ અગાઉ પણ ખુમાનસિંહે ગુજરાતમાં ખરાબ કક્ષાનો દારૂ મળે તેવી રજૂઆત કરી હતી અને દારૂબંધી હટાવાની વાત કહી હતી.ખુમાનસિંહના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ દ્વારા આ નિવેદન પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

Advertisement

संबंधित पोस्ट

Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, આજે 1046 નવા કેસ નોંધાયા

Shanti Shram

શ્રી કાંકરેજી સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રજનીભાઈ શેઠનું  શેઠ પરિવારજનોએ સન્માન કર્યું

Shanti Shram

કચરા માંથી મળી જાય છે હીરા !!!સુરત શહેર અજાયબ છે અને તેની વાતો પણ અજ્બ ગજબની છે.

shantishramteam

10 રૂપિયામાં તમારા મનપસંદ સ્થળે પોંહચાડશે અમદાવાદ BRTS ની અનોખી પહેલ

shantishramteam

દીઓદર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાની ભલામણથી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ દ્વારા રૂા.૧૩.પ૦ કરોડના રસ્તાના કામો મંજુર કરાયા

Shanti Shram

પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ ને અમદાવાદ ખાતે પેસમેકર મૂકવામાં આવ્યું

Shanti Shram