Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

ભરૂચ-પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ની ભાજપમાં ઘર વાપસી-પાટીલે ખેસ પહેરાવી કર્યો પાર્ટીમાં સ્વાગત

કેસરિયા બાલમ પધારો મારે દેશ… વર્ષોથી આ જેમની મોબાઇલની ડાયલર ટ્યૂન રહી છે એવા ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રે આગળ પડતા અને 5 વર્ષ પહેલાં ભાજપથી વિમુખ થયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ફરી ભાજપ પરિવારમાં જોડાય કેસરિયો ધારણ કરી લીધો છે. જોકે 42 વર્ષની રાજકીય સફરમાં ભાજપ, રાજપા, કોંગ્રેસ, ભાજપ, અપક્ષમાં ભ્રમણ કરી ફરી ભાજપામાં જોડાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા એ વર્ષો બાદ ઘર અને પરિવાર વાપસી કરી છે અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલએ તેમણે ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવયો. ખુમાનસિંહ વાંસીયા ગુજરાત સરકારમાં શહેરીવિકાસ મંત્રી રહી ચૂક્યા છે ત્યાર બાદ તેઓ રા.જ.પા.માં જોડાયા હતા. જે બાદ કોંગ્રેસ અને ફરી પાછા ભાજપમાં વળ્યાં હતા. વર્ષ 2017માં ગત વિધાનસભાની ચૂંટણી જંબુસર બેઠક પરથી અપક્ષ તરીકે લડ્યા હતા અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમની અપક્ષ તરીકેની દાવેદારીના કારણે ભાજપને પણ મતોનું વિભાજન થતા આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. ખુમાનસિંહ વાંસિયા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે તેઓ હર સિધ્ધિ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન છે તો વિધવા મહિલાઓને હક્ક અપાવવા આંદોલન પણ કરી ચૂક્યા છે. તેઓએ ગુજરાતમાંથી દારૂબાંધી હટાવવાનું નિવેદન આપી વિવાદ પણ છેડ્યો હતો. જો કે હવે તેઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા નવા રાજકીય સમીકરણો રચાય છે. બોક્સ : ખુમાનસિંહ વાંસીયાની રાજકીય સફર – 1980-82- મંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ – 1983-90- મહામંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ – 1990-96-પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ – 1995-96- રાજ્યકક્ષાના મંત્રી,વન અને પર્યાવરણ વિભાગ – 1996-97-રાજ્યકક્ષાના મંત્રી – 1997-98-શહેરી વિકાસ મંત્રી,ગુજરાત સરકાર – 2010-12  કો-ઓર્ડિનેટર, ડેડીયાપાડા વિધાનસભા – 2017- જંબુસર વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર – 2022- પુન:ભાજપમાં પ્રવેશ.

Advertisement

संबंधित पोस्ट

દીઓદર ભારત વિકાસ પરિષદ દ્વારા મામલતદારશ્રીનું સન્માન કરાયું

Shanti Shram

ગુજરાત રાજ્યમાં કોરોના થયો અનસ્ટોપેબલ, 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા

Shanti Shram

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા દીઓદરમાં આવતાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા અને કોંગ્રેસના ટીમ દ્વારા આદર્શ હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવેલ.

Shanti Shram

દિવાળીમાં રાજ્યમાં ફટાકડા ફુટશે કે નહીં? ગુજરાત સરકાર આજે લઈ શકે છે મહત્ત્વનો નિર્ણય

Shanti Shram

સુરતના APMC માર્કેટના ચેરમેન રમણ જાનીએ આપ્યું રાજીનામુ શું છે કારણ ?

Shanti Shram

જળચર અસુરક્ષિત: નારીના તળાવમાં હજારો માછલીઓના મોત કરોડો રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરાયેલા તળાવમાં જળચર અસુરક્ષિત  અગાઉ ફેક્ટરીના દૂષિત પાણી ભળતાં GPCB દ્વારા નમૂના લેવાયા હતા

Shanti Shram