Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પર્યાવરણ

મારુ જુનાગઢ ગ્રીન જુનાગઢ અંતર્ગત એક હજાર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિન મનાવાશે

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક હજાર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે માનવીને જીવવા માટે ઓક્સિજન પ્રાણવાયુની જરૂર છે અને તે પ્રાણવાયુ વૃક્ષો પૂરા પાડે છે ત્યારે આ વૃક્ષો એ પૃથ્વી પરના દેવ સમાન અને આપણે મહામૂલા સંપદા હોય તેના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે મહાનગરપાલિકા અને જોષીપુરા ની વિવિધ સોસાયટીઓના રહીશોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે મારું જુનાગઢ ગ્રીન જુનાગઢ સુત્રને સાર્થક કરવા જૂનાગઢ ના રસ્તાના ડિવાઇડર પર ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે આ સાથે પાંચ જુન રવિવારે સવારના દસ વાગ્યે શોભેશ્વર મહાદેવ મંદિર પાસે ખલીલપુર રોડ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ કરવામાં આવશે આ તકે મેયર ગીતાબેન પરમાર તેમજ મનપાના અધિકારી પદાધિકારીઓ તેમજ સ્થાનિક રહીશોની ઉપસ્થિતિ રહેશે ત્યારે લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાગ બગીચા સમિતિના ચેરમેન પ્રફુલાબેન ખેરાળા અને ગાર્ડન સુપરવાઇઝર રાજેશ પરમાર એ અપીલ કરી છે.

Advertisement

संबंधित पोस्ट

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ દ્વારા શ્રમજીવી વિસ્તારમાં કીટ વિતરણ કરાયું

Shanti Shram

ધોળકા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Shanti Shram

પર્યાવરણ રક્ષણની પહેલ…. સાણંદમાં માનવ સેવા ટ્રસ્ટદ્વારા  ૧,૦૦,૦૦૦ સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન.

Shanti Shram

રાજકોટ BAPS દ્વારા આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવ, ભવ્ય પોથીયાત્રા નીકળી

Shanti Shram

સામાન્ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્માન કરાયું

Shanti Shram

જાણો તાઉ-તે વાવાઝોડાની અસર: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 84 તાલુકામાં વરસાદ, અમદાવાદના ધોળકામાં સૌથી વધુ 1 ઈંચ જેટલો નોંધાયો

shantishramteam