



સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ કોમલ આચાર્ય નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં પાટણમાં વસતા વસંતભાઈ વિઠ્ઠલભાઈ શ્રીમાળીની દીકરી કોમલ આચાર્યએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો . તાજેતર માં હિમાચલ પ્રદેશ નાં મનાલી ખાતે 27 અને 28 તારીખે SKSI’S દ્વારા યોજાયેલી 38 મી ઓલ ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી ને પાટણ શહેર તથા મેસર ગામ નું નામ રોશન કર્યું . આ ચેમ્પયનશિપ માં બીજા 12 રાજ્યો એ ભાગ લીધો હતો જેમાં 350 જેટલા ખેલાડીઓ મેદાન માં ઉતર્યા હતા . જેમાં મહેસાણા ના બ્લેક પેન્થર એકેડમી શીતો ર્યું કરાટે સ્કૂલ ઓફ ઈન્ડિયા ના કોચ શક્તિ જયસ્વાલ ના માર્ગદર્શન હેઠળ પાટણ ની દિકરી કોમલ આચાર્ય એ કુમીતે એટલે કે ફાઇટ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ને કોચ શક્તિ જયસ્વાલ અને પોતાના પરિવાર તથા સમાજ અને મેસર ગામ તથા પાટણ શહેર નું ગૌરવ વધાર્યું સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ પાટણ ની દીકરી કોમલ બેન આચાર્ય નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં વધારીયું છે