Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

યોગ એટલે શું ?જીવનમાં યોગ નું મહત્વ અને તેના ફાયદા

યોગ એટલે શું ?   યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.   યોગ હાલ માં ભારત નહિ પણ વિશ્વ માં પ્રસરતી એક એવી ઘટના છે,જેનાતી માનવ જીવનને માનસિક અને શારીરિક શાંતિ નો અહેસાસ કરાવે છે.ભારત માં 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જીવન માં પણ યોગ નું ખુબ જ મહત્વ રહેલું છે.

યોગ એટલે જીવન ને તંદુરસ્ત બનાવવા માટે ની ઘટમાળ

યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન

યોગ એટલે જીવનનું એક એવું પાસું જે આપણા શરીર ને રોગમુક્ત,વ્યસન મુક્ત અને માનસિક શાંતિ નો અહેસાસ કરાવતું શાસ્ત્ર

જીવનમાં યોગ નું મહત્વ:-જીવન માં યોગ નું ખુબ જ મહત્વ રહેલું છે. આપણા ભારત દેશ માં યોગ અને આયુર્વેદિક પ્રાચીન સમય થી ચાલ્યા આવે છે.આપણા જીવન પાર ખુબ જ અસર કરે છે જીવન માં યોગ થી રોગ મુક્ત અને માનસિક બીમારી થી છુટકારો મળે છે.યોગ માં આસાન ,કસરત જેવી બાબતો પણ સમાવિષ્ટ થાય છે.જેમાંથી માનવ જીવન માં લોકોનું આયુષ્ય પણ વધે છે.

યોગ ના ફાયદા :-

પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાંક અન્ય આસનોને ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવર યોગા એક પ્રકારનો યોગ જ છે જેમાં તમારે માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય આપવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને સારો એવો પરસેવો પણ છુટે છે

પાવર યોગા કરવાથી થતાં લાભ –

કેલરી બળે છે.

શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે.

બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે

પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.

તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને કર્યુ પ્રેરક સંબોધન

Shanti Shram

કઈ રીતે બાળકો ને લાગેલી મોબાઈલ ની લત્ત છોડાવશો? Mobile Addiction

Shanti Shram

વીરમ્ પરિવાર, અમદાવાદ દ્વારા આજ રોજ રસ પુરી નું વિતરણ કરવામાં આવ્યું.

Shanti Shram

આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો રહેજો કોરોના થી સાવધાન… તમને થઈ શકે છે કોરોના….

ShantishramTeamA

એલોપથી પર બાબા રામદેવના નિવેદનોનો વિરોધ કરતા આજે “Black Day” ઉજવી આંદોલન કરી રહ્યા છે ડોક્ટર્સ

અખિલેશ યાદવને થયો કોરોના, ટ્વિટર પર આપી ખબર…

ShantishramTeamA