Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

મોડાસા : વિધાનસભાની ચૂંટણીને કમલમ ખાતે સંગઠનની બેઠક યોજવામાં આવી હતી

અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન બેઠક અનુસંધાને જિલ્લા માં આગામી કાર્યક્રમો ની રૂપરેખા આયોજન નું વિગતવાર સંગઠન સમક્ષ મુકવા અંગે બેઠક યોજાઇ હતી. અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક, મોડાસા, માલપુર અને ભિલોડા બેઠક પર કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી કુ.જયબેન દેસાઇ, સહ પ્રભારી ગીરીશભાઇ જગાણીયા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી ભિખાજી ઠાકોર, પ્રદેશ માંથી આવેલ રાજકિય પ્રવાસ માટે પધારેલ ભિલોડા વિધાનસભા ના નટુજી ઠાકોર, મોડાસા વિધાનસભા રાજુભાઇ શુક્લ, બાયડ વિધાનભા શસિકાંતભાઇ પંડયા ની ઉપસ્થિતિ માં યોજાઇ હતી.

બેઠક માં જિલ્લા પ્રમુખ દ્વારા આગામી કાર્યક્રમો અનુસંધાને માર્ગદર્શન અપાયું અને દરેક કાર્યક્રમોના ઇન્ચાર્જ અને કાર્યક્રમ ની વિવિધ જવાબદારી રૂપે ઇન્ચાર્જોના નામો ની જાહેરાત કરી હતી, આ પ્રસંગે પ્રદેશ માંથી આવેલ આગેવાનો નો વિધાનસભાના રાજકિય પ્રવાસ અને જિલ્લા પ્રભારી દ્વારા ઉપસ્થિત જિલ્લાના હોદ્દેદારઓ જિલ્લા મોરચાના / મંડલો ના પ્રમુખ મહા મંત્રી, આઇ.ટી., સોશિયલ મીડિયાના મંડલ, વિધાનસભાના ઇન્ચાર્જઓને કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર બેઠક નું સંચાલન જિલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ, જગદિશભાઇ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતુ.

Advertisement

संबंधित पोस्ट

શ્રી શાંતિનગર જૈન સંઘ, ઉસ્માનપુરા, અમદાવાદના આંગણે પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી કલ્પજય સૂરીશ્વરજી મ.સા. ના આજીવનચરણોપાસક પૂ. પં. શ્રી શીલરત્ન વિજયજી મ.સા ના સૂરીપદ મુર્હત અર્પણ ના મંગળ વધામણા યોજાશે.

Shanti Shram

પાટણ : માનવ સેવા એજ પ્રભુ સેવા

Shanti Shram

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

Admin

તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદો થાય છે ?

Shanti Shram

Sanjay Manjrekar axed from BCCI’s commentary panel, may not be included in IPL 2020: Report

Admin

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી

Shanti Shram