Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જીવનશૈલી સ્વાસ્થ્ય

બારડોલીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકોએ વ્યસન મુક્તિ રેલી યોજી: ઠેર ઠેર સ્વાગત

બારડોલી: BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકો તથા બાલિકાઓ દ્વારા બારડોલી ખાતે એક વિરાટ વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી BAPS છાત્રાલય બારડોલી ખાતે નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇએ ભગવાનનું પૂજન કરી અને શ્રીફળ વધેરીને વ્યસનમુક્તિ રેલી માટે પોતાની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સાંકરી મંદિરના કોઠારી સ્વામી પૂ. પુણ્યદર્શન સ્વામી તથા પૂ. ધ્યાનજીવન સ્વામી અને સંતોએ રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ રેલીમાં વ્યસન નાબૂદ થાય તેવી પ્રેરણા મળે તેવા પ્રેરણાત્મક પ્રદર્શનો, બાળકો દ્વારા સૂત્રોચ્ચાર, રચનાત્મક ફ્લેક્સ બેનરો, વ્યસનોથી થતી પાયમાલી જેવા કે સિગારેટની જેલ, સંતાનોની દુર્દશા અને છેલ્લા અકાળે મૃત્યુ જેવા દ્રશ્યો રજૂ થયા હતા. આ વિરાટ રેલીમાં બારડોલી, કરચેલીયા અને પલસાણા વિભાગના 800થી વધુ બાળ બાલિકા, 100થી વધુ બાળ બાલિકા કાર્યકરો અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. અક્ષર જ્વેલર્સ પાસે બારડોલીના વેપારીઓ દ્વારા આ રેલીને વધાવવામાં આવી હતી. આ રેલી BAPS છાત્રાલયથી સુરતી જકાતનાકા, લીમડા ચોક, જલારામ મંદિર રેલ્વે સ્ટેશન થઈ શાસ્ત્રી રોડ BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીને સફળ બનાવવામાં પૂ. મંગળભુષણ સ્વામી, પૂ. આદર્શ તિલક સ્વામી, પૂ. પ્રશાંતમુનિ સ્વામીના માર્ગદર્શન હેઠળ બાળ, યુવક તથા સંયુક્ત મંડળના કાર્યકરો, પોલીસ વિભાગના કર્મચારીઓ, નગરપાલિકા કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. રેલીમાં જોડાયેલા દરેક વ્યક્તિ માટે મહાપ્રસાદની વ્યવસ્થા સાંકરી મંદિરના ભંડારી પૂ. નારાયણ પ્રિય સ્વામીએ કરી હતી. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત બારડોલીમાં 52 બાળકો તથા 24 બાલિકાઓ અને કરચેલીયાના 48 અને પલસાણાના 32 બાળકો દ્વારા મે મહિનાના વેકેશન દરમ્યાન 15 દિવસમાં 9898 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 6268 વ્યક્તિઓએ વ્યસન મુક્ત થવા માટે તથા પ્રકૃતિ સંવર્ધન માટે નિયમો લીધા હતા. ભારત દેશના ભવિષ્યના આ ઘડવૈયાઓએ આઝાદીના અમૃત વર્ષે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કરેલું સમાજ ઉત્કર્ષનું આ વિરાટ કાર્ય પ્રશંસનીય છે.

संबंधित पोस्ट

ચોમાસુ આવી ગયુ છતાં રસ્તો ન બનતા ગ્રામજનોમાં રોષ ચોમાસામાં પાણી ભરાઇ જતાં થશે હેરાનગતિ સિહોરના પાંચ તલાવડાથી ઝાંઝમેર-વાવડી રોડનું કામ એક વર્ષ પહેલા મંજુર થયુ હતુ સિહોર

Shanti Shram

શ્રી રાંદેરરોડ જૈન સંઘમાં ૫૦૦ થી વધુ તપસ્વિયો વર્ષિતપ કરી રહ્યા છે, શ્રી સંઘ કરી રહ્યો છે ટિફિન સેવા.

Shanti Shram

વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે આ હોમમેડ હેર માસ્કનો ઉપયોગ કરો

Shanti Shram

સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ઉચ્છલ તાલુકાના મિરકોટ ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો

Shanti Shram

વિરમ પરિવાર ગ્રુપ અમદાવાદ AHMEDABAD દ્વારા પાંજરાપોળમાં પશુઓને ભોજન કરાવવામાં આવ્યું

Shanti Shram

હવે જૂનાગઢમાં સિંહ દર્શન કરવા ઓનલાઇન પરમીટ મેળવી શકાશે…