Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા જિલ્લાના રાજપુર (નવા) ખાતે અંદાજે ૫૦ કરોડના ખર્ચે કામધેનું યુનિ.ના ઉપક્રમે વેટરનરી સાયન્સ કોલેજ બિલ્ડીંગ તથા બોઇઝ એન્ડ ગલ્સ હોસ્ટેલ ફોર વેટનરી અને ફિશરીઝ સાયન્સ કોલેજનું ભૂમિપૂજન અને ખાતમૂહુ

સાબરકાંઠા જિલ્લાના રાજપુર (નવા) ખાતે અંદાજે ૫૦ કરોડના ખર્ચે કામધેનું યુનિ.ના ઉપક્રમે વેટરનરી સાયન્સ કોલેજ બિલ્ડીંગ તથા બોઇઝ એન્ડ ગલ્સ હોસ્ટેલ ફોર વેટનરી અને ફિશરીઝ સાયન્સ કોલેજનું ભૂમિપૂજન અને ખાતમૂહુર્ત સમારોહ રાજ્યમંત્રીશ્રી અને સાંસદશ્રી કુલપતિશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) ખાતે કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન કેબિનેટમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અન્વયે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના ઉપક્રમે વેટનરી સાયન્સ કોલેજ બિલ્ડીંગ ફોર ફિશરીઝ અને વેટેરનરી સાયન્સ કોલેજ સૂચિતનો ભૂમિપુજન અને ખાતમૂહુર્ત કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રીશ્રી પશુપાલન અને ગૌસંવર્ધન શ્રી દેવાભાઇ માલમ તથા સાબરકાંઠા લોકસભાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. કેલાવાલા, ડીનશ્રી પટેલ તથા આચાર્યશ્રી બ્રહ્મક્ષત્રી અને સરપંચશ્રીઓ વિધ્યાર્થીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. જ્યારે મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી કલ્પસર અને મત્સ્યોધ્યોગ નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. અને કાર્યક્રમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યમાં પશુપાલન ડેરી અને મત્સ્ય વિજ્ઞાન એકવીસમી સદીમાં ઉગતા નફાકારક વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે. ગુજરાતે પશુપાલન ક્ષેત્રે આગવી સિધ્ધિ હાંસલ કરી છે. જેમાં અમૂલ આણંદ ડેરીએ વિશ્વ ભરમાં નામના મેળવી છે. રાજ્યમાં ઉત્તમ પશુપાલનની ઓલાદો છે. ગીર કાંકરેજ, આગવી ઓળખ બની છે. પશુપાલન ક્ષેત્રે શૈક્ષણિક વ્યવસ્થા કોલેજ ક્ષેત્રમાં ૪૦ વર્ષ પહેલા સમગ્ર દેશમાં ફક્ત ૨૧ પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજ કાર્યરત હતી. વધતી માંગને પહોંચી વળવા દેશમાં આજે કુલ ૬૯ કોલોજોની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૯૬૪ માં ફક્ત એક જ કોલેજ મહા વિધ્યાલય હતી.બીજી કોલેજોની સ્થાપના ૧૯૮૧ અને ત્યારબાદ ૨૦૦૮ માં બે કોલેજો અને તાજેતરમાં કામધેનું યુનિ.રાજપુર ખાતેની કોલેજ સહિત કુલ પાંચ કોલેજો અને ચાર ડેરી સાયાન્સ અને ત્રણ ફિશરીઝ કોલેજો અસ્તિત્વમાં છે. આ વર્ષે છઠ્ઠી વેટનરી કોલેજ કચ્છ ખાતે સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આમ સરકાર પશુપાલન વ્યવસાય થકી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં પશુ આરોગ્ય મેળા અભિયાન વર્ષ ૨૦૦૨ થી શરૂ કરવામાં આવ્યું.પશુપાલકોને ઘરે બેઠા ગામમાં નિષ્ણાંત પશુ ચિકિત્સકોની ટીમ દ્વરા મેડિસિન,સારવાર,સર્જીકલ સારવાર કૃમિનાશક સારવાર રસીકરણ કૃત્રિમ બીજદાન સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૬૯,૬૦૦ થી વધુ પશુ આરોગ્ય મેળા થકી ૨.૭૫ કરોડથી વધુ પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. ૪૨ લાખ લાભાર્થીઓને આવરી લેવાયા છે. તેમજ રાજ્યભરમાં સઘન રસીકરણ અભિયાન અમલી બનાવવામાં તમામ જિલ્લાઓમાં ખરવા મોવાસા રસી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સો ટકા સહાયથી નેશનલ એનિમલ ડીસીસ કંટ્રોલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં રાજ્યમાં ૧૯૦ લાખ પશુઓને રસી અપાઇ છે. અને ૨૦૦ લાખથી વધુ પશુઓને ઇયરટેગીંગ દ્વારા આગવી ઓળખમાં આવરી લેવાયા છે. પશુ રસીકરણની કામગીરીમાં કુલ ૧૭૯ લાખનો વધારો થયો છે સાથે રાજ્યભરમાં કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. નવી પશુ સારવાર સંસ્થાઓની સ્થાપના ૨૦ વર્ષમાં રાજ્યમાં ૭૨૯ નવા પશુ દવાખાના/ફરતા પશુ દવાખાનાની સ્થાપના કરાઇ છે. દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના શરૂ કરાયો છે. ૭૨૯ સંસ્થાઓમાં ૪૬૦ ફરતા પશુ દવાખાનાનો સમાવેશ થાય છે જેમાં ૪૬૦૦ ગામોને આવરી લેવાયા છે. નવી વેટેનરી પોલીટેકનિકની સ્થાપના આકસ્મિક સારવાર માટે કુલ ૩૭ કરુણાએ એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ની સેવાઓ કાર્યાન્વીત કરાઇ છે.રાજ્યમાં ૫૩૬૦ કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના થઈ છે. મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુ સંવર્ધનની અધ્યયન ટેકનોલોજી આધારિત  સેક્સડ સીમેન ડોઝ ના ઉપયોગને રાજ્યભરમાં પ્રોત્સાહિત કરવાની દિશામાં ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળની સહાયથી સ્ટેટ ફ્રોઝન સિપેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુડ પાટણ ખાતે અંદાજીત રૂપિયા ૪૭.૫૦ કરોડના ખર્ચે સેક્સેડ સીમેન લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. મંત્રીશ્રીએ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ અને ટીમને આવી સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી કોલેજ અને હોસ્ટેલના ભૂમિપુજન તેમજ ખાતમુહૂર્ત માટે અભિનંદન પાઠવ્યાં હતા. અને વિધ્યાર્થીઓને ભવિષ્યમાં ડેરી પશુપાલન અને મત્સ્ય વિજ્ઞાન ક્ષેત્રે જે જે પડકારો ઉભા થાય તેનો તમારા જ્ઞાન અને કુનેહથી લોકહિતમાં ઉકેલ લાવશો તેવી અપીલ કરી હતી. અને રાજ્ય અને દેશ વિશ્વમાં કૃષિ પશુપાલન ક્ષેત્રે ભાગીદાર બનો તેવી આશા રાખું છું. અને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે સાબરકાંઠા લોક્સભાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે મારા વિસ્તારમાં આવી કામધેનું યુનિવર્સિટી દ્વારા કોલેજ અને હોસ્ટેલ બિલ્ડીંગ બને છે. તે માટે હર્ષ આનંદની લાગણી અનુભવું છું અને સૌને અભિનંદન પાઠછું. આ વિસ્તારની આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. અને ખેડૂતો પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુ ઉછેર ખેતી અંગેનું માર્ગદર્શન મળશે અને ગુજરાતને ૧૬૦૦ કિમી દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. જેથી આ અભ્યાસથી લોકોને રોજગારી સર્જન કરવામાં મદદરૂપ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું વિઝન અને મિશન સૌનું કલ્યાણ અને ભલું કરવાનો છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ.તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી દેવાભાઇ માલમે પ્રાસંગિક પ્રવચનમાં પશુપાલકોની આવક બમણી થાય ખેડૂતો પશુપાલકો અને માછીમારોનું કલ્યાણ થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી. સૌનુ કલ્યાણ કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. આ પ્રસંગે કામધેનું યુનિ.ના કુલપતિ ડો.કેલાવાલાએ સૌને આવકારી રાજપુર (નવા ) કેમ્પસમાં થતી પ્રવૃતિઓ અને કાર્ય યોજના અંગે માહિતી આપી હતી. અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા પ્રોફેસરો,મંત્રીશ્રી અને સૌનો આભારવ્યક્તકર્યોહતો.આપ્રસંગેપ્રધ્યાપકો,ડીન,આચાર્યશ્રીઓ,વિધ્યાર્થીઓ,શિક્ષકો, અને આસપાસના ગામના સરપંચશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ જામળા ગામની ગૌશાળાની મુલાકાત લઇને પશુપાલકોને બિરદાવ્યા હતા.

संबंधित पोस्ट

અહોભાગ્ય…જીલ્લાના ૪ સહ દીઓદર પંથકનો G.V.Vaghela College ના NCC કેડેટ રાજપથ પરેડમાં

Shanti Shram

Coronavirus: India fights back, 7 more patients cured of Covid-19

ShantishramTeamA

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુજરાત એસટી નિગમે શું લીધો મહત્વનો નિર્ણય ? જાણો

Shanti Shram

દીઓદર ના નવનિવૉચીત સરપંચ ગીરીરાજ સિંહ વાઘેલાનું દિયોદર વિધાનસભા ના વિવિધ ગામોમાં સ્વાગત- સન્માન યોજાયું.

Shanti Shram

સરકારને મદદરૂપ થવા થઈ રહ્યું છે આ કામ દરરોજ એક હજાર ટન ઓકિસજનના સપ્લાય માટે સજજ: ઓનલી રિલાયન્સ ( Reliance )

Shanti Shram

ગુજરાત માં વધુ રોજગારી સર્જન માટે રાજ્ય સરકારનો નિર્ણય

Shanti Shram