



જામકંડોરણા ખાતે ગો.વા. કલ્પેશકુમાર વિઠલભાઈ રાદડિયાગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનવયજ્ઞની ભક્તિમય વાતાવરણમાં પૂર્ણાહૂતિ થઈ હતી. સાત દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો દરમ્યાન દાતાઓ વરસ્યા હતા અને ગૌશાળામાટે રૂા. 1.60 કરોડનું દાન એકત્ર થતા સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયાએ સૌનો હદયપૂર્વક આભાર માન્યો હતો. અંતિમ દિવસે ભારતીબાપુ, પરાગબાવા, માધાતાસિંહની હાજરી : સૌનો આભાર માનતા પાંજરાપોળના પ્રમુખ જયેશ રાદડિયા ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતિના દિવસે રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ-જુનાગઢના મહંતશ્રીઈન્દ્રભારતી બાપુ વૈષ્ણવાચાર્ય પૂ. પરાગબાવા શ્રી તેમજ રાજકોટમાં રાજવી શ્રી માધાતાસિંહજી જાડેજા ઉપસ્થિત રહેતા જયેશભાઈ રાદડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાતદિવસ સતત ખડેપગે રહીસેવા આપનાર સેવાભાવિ કાર્યકરો-બહેનો-શ્રોતાઓને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા. શાસ્ત્રીજીનુ, તેમજ ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ મહિલાસમિતિ ખોડલધામ યુવા સમિતિ તેમજ અન્ય જુદી-જુદી સમિતિના સ્વયંસેવકોને ખેસ પહેરાવી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયા તેમજ ગોવિંદભાઈ રાણપરીયા મનસુખ ભાઈસાવલિયા ડીકે સખિયા ચંદુભાઇ ચૌહાણ કરણસિંહ જાડેજા વિઠ્ઠલભાઈ બોદર વગેરે ટ્રસ્ટીઓએ આસપાસના ગામોમાંથી સેવા આપવા આવેલ દરેક સ્વયંસેવકોનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.