Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

ભાજપને ‘હાર્દિક અભિનંદન’ : સી આર પાટીલના હાથે ખેસ પહેર્યો અને નીતિન પટેલે ટોપી પહેરાવી 

હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું તે દિવસથી હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોળશે તેની અટકળો લાગી રહી હતી અને આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરવાની સાથે જ ભાજપમાં વિધિવત જોડાઈ ગયા હતા. ઘણા સમયથી એવી અટકળો લાગી રહી હતી કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ થયો હતો.આજે સવારે હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે. હું નાનો સિપાહી બનીને કાર્ય કરીશ. 28 વર્ષીય હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલશે અને ભારતીય જનતા પાર્ટીને હાર્દિક પટેલનો કેટલો ફાયદો થશે કે નુકશાન એ તો આવનારી ચૂંટણીનું પરિણામ જ નક્કી કરશે.આજે હાર્દિક પટેલ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને તેની સાથે પોતાના 300 સમર્થકો સાથે હતા. કમલમમાં સી આર પાટીલ દ્વારા કેસરિયો ખેસ પહેરાવ્યો અને નીતિન પટેલ દ્વારા ટોપી પહેરવામાં આવી હતી. હાર્દિક પટેલે કેસરિયો ધારણ કરીને પ્રેસમાં કહ્યું કે કોંગ્રેસમાં જનહિત માટે જોડાયો હતો અને અનુભવ પરથી ખ્યાલ આવ્યો.

संबंधित पोस्ट

દીઓદરમાં ઢાળ ઉપર આવેલ શ્રી શાંતિનાથ જિનપ્રસાદ મધ્યે ચોથી સાલગીરી ઉજવાઈ

Shanti Shram

ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મીઠાઈ વિતરણ

Shanti Shram

દીઓદર મોડર્ન સ્કુલમાં કાનુની શીબીર યોજાઈ

Shanti Shram

“મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એક લાખ મહિલાઓને “આત્મનિર્ભર” બનાવવા આહવાન

Shanti Shram

ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આહવાન

Shanti Shram

પૂજ્ય ભક્તિ સુરી મહારાજ સાહેબની 62મી પુણ્યતિથિ ઉજવાઈ

Shanti Shram