Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રોજગારી

જગતનો તાત રાજી રાજી  તાલાલા – વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ -2 ડેમમાંથી સાત પાણી આપતા ખેડુતો ખુશખુશાલ

જગતનો તાત રાજી રાજી તાલાલા – વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ -2 ડેમમાંથી સાત પાણી આપતા ખેડુતો ખુશખુશાલ ખેડુતોની માંગણી પ્રમાણે સમયસર પાણી મળતા ઉનાળુ ફસલનું ઢગલાબંધ ઉત્પાદન તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામે આવેલા હિરણ -2 ડેમમાંથી તાલાલા પંથકના માલજીંજવા – ગાભા ગીર – ઉમરેઠી ગીર – સેમરવાવ તથા વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ – ભેરાળા- મંડોર – પંડવા – નાખડા – બોળાશ – કુકરાશ – સવની – ઈ ણાજ – મોરાજ- ગોવિંદપરા સહિતના બંન્ને તાલુકાના કુલ 22 ગામોનાં ખેડુતોને ઉનાળું ફસલ માટે હિરણ -2 ડેમમાંથી કુલ સાત પાણી આપતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે . હિરણ -2 ડેમ પાણી વિતરણ સમિતિના સભ્ય અને ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકીએ આપેલી વિગત પ્રમાણે હિરણ -2 ડેમ ઉપર આવેલ ડેમની બંન્ને કેનાલો વિસ્તારમાં આવતા તાલાલા- વેરાવળ તાલુકાના 22 ગામના ખેડુતોને અડદ , મગ , તલ , બાજરી અને કેસર કેરીના બગીચા સહિત ઉનાળું વાવેતર માટે ડેમ માંથી આઠ પાણી આપવા સ્થાનીક ખેડુતોની પાણી વિતરણ સમિતિએ માંગણી કરેલ છે જેના અંતર્ગત સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ખેડુતોની માંગણી પ્રમાણે 22 ગામના ખેડુતોની કુલ 525 હેક્ટર જમીનમાં ખેતરે ખેતરે કેનાલ વાટે સાત પાણી ખેડૂતોની માંગણી મુજબ સમયસર અને સરળતાથી વિતરણ કરતા ખેડુતોના ખેતરમાં મબલખ ઉનાળું ફસલ તૈયાર થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે . તાલાલા – વેરાવળ તાલુકાના 22 ગામોમાં ખેડુતોની માંગણી પ્રમાણે સમયસર ઉનાળું પિયત માટે ડેમ માંથી સાત પાણી આપી ખેડુતોને ઢગલાબંધ ઉનાળું ઉત્પાદનમાં સહભાગી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી.કલસરીયા તથા સિંધલભાઈ તથા નરેન્દ્રભાઇ પિઠીયા સહિતના અધિકારીઓનો પાણી વિતરણ સમિતિના સભ્ય ડી.બી.સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો . હિરણ -2 ડેમમાંથી ખેડૂતોને ઉનાળું ફસલ માટે આઠ પાણી આપવાનાં હતાં , સિંચાઇ વિભાગે સમયસર આપેલા પાણીનો ખેડૂતોએ કરકસર રીતે ઉપયોગ કરતા સાત પાણીમાં ઉનાળું ફસલ તૈયાર થઈ ગઈ છે , જેથી ડેમના પાણીના જથ્થામાં ખેડુતોનું આઠમું પાણી જમા હોય , ખેડૂતોનું બાકી એક પાણી મગફળીના ઓરવણા માટે આપવા કરેલી માંગણીની સિંચાઇ વિભાગમાં વિચારણા ચાલી રહી હોવાનું ડી.બી. સોલંકીએ જણાવ્યુ હતુ.

संबंधित पोस्ट

દાહોદ રેલવે કારખાનાની રેલ્વે કેન્ટીનમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના સમર્થિત ઉમેદવારોઍ ઐતિહાસિક જીત મેળવી

Shanti Shram

વલસાડના ઉમરસાડી સબ સ્ટેશનનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું

Shanti Shram

જૈનશ્રેષ્ઠી પરિવારોના સહયોગથી ગ્રામજનો દ્વારા કુવાળા નગરે કામધેનું ગૌશાળા શોભી ઉઠશે….

Shanti Shram

પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્ય શ્રી વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા થી અનુકંપા દાન.

Shanti Shram

સુરત મધ્યે જૈન સમાજ દ્વારા અનુપ મંડળ સામે કાર્યવાહી માટે સી.આર.પાટીલ ને આવેદનપત્ર અપાયું.

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૨-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram