Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

પ્રસિધ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી

પાટણ નજીક અનાવાડા ગામ ખાતે આવેલ પ્રસિધ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી . ભકતોના આસ્થાના કેન્દ્ર સમાન રામદેવપીર ના મંદિર ખાતે વર્ષ દરમ્યાન આવતી શુકલ પક્ષની બીજના પવિત્ર દિવસે શ્રધ્ધાળુ ભકતો રામદેવપીર બાપાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આજે જેઠ સુદ બીજના પવિત્ર દિવસે રામદેવપીરના દર્શનાર્થે ભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ હતું . ગુજરાતી કેલેન્ડર વર્ષમાં ૧૨ મહિનાનાં શુકલ પક્ષમાં આવતી બીજનું વિશેષ મહત્વ રહેલું છે . રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ રામદેવપીર બાપા ના સ્થાનકે હજારો શ્રધ્ધાળુ બીજના દિવસે બાબાને ધજા નેજા ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે . ત્યારે પાટણ નજીક આવેલા અનાવાડા ગામ સ્થિત રામદેવપીરનું મંદિર શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે . ભાદરવા મહિનાની શુકલ પક્ષના બીજના દિવસે અનાવાડા ગામ માં રામદેવપીર ની ભવ્ય પાલખીયાત્રા સહિત લોકમેળો તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સેવક્મણો દ્વારા ધામધૂમપપૂર્વક ઉજવવામાં આવે છે . આજે જેઠ સુદ બીજના દિવસે વહેલી સવારથી જ રામદેવપીરના દર્શનાર્થે સેવકગણોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો . જયાં શ્રધ્ધાળુ ભકતોએ રામદેવપીર ને પુષ્પ ની માળા , પ્રસાદ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી . તો અનેક ભક્તો પાટણ શહેર થી પગપાળા ચાલી ને રામદેવપીર ના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા . આ પ્રસંગે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુ ભકતો માટે સેવકગણો દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આમ પાટણના અનાવાડા ખાતે આવેલ રામદેવપીર ના સ્થાનકે જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

संबंधित पोस्ट

ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્ય ના ગૃહરાજ્યમંત્રી શ્રીના ગૃહાંગણે પૂજ્ય ભક્તિયોગાચાર્ય યશોવિજયસુરીજી મ.સા. આદીઠાણાના પગલાં

Shanti Shram

સુરત મધ્ય સ્પર્શ કપ (KPL-12) નો શુભારંભ.

Shanti Shram

મમતાની પાર્ટી ગુજરાતમાં લડશે ચૂંટણી, વિધાનસભાની સમગ્ર દેશની ચૂંટણી પર નજર રહેશે

shantishramteam

દિલ્હી મધ્યે પૂજ્ય કુલચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

Shanti Shram

કોરોનાનો મૃત્યુદર દેશમાં 81 દિવસ બાદ ઘટ્યો, ગુજરાતના 4 જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહી

shantishramteam

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગામ ચાંદલા ખાતે આજ રોજ મહિલા સંમેલન યોજાયુ

Shanti Shram