Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

દાહોદના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી બેઠક યોજાઇ

દાહોદ જિલ્લાના ફતેપુરાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી નું આયોજન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમળિયાર ના ગામે આજે યોજવામાં આવી હતી.આ સાથે આજે ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમાલિયર નો જન્મ દિવસ હોઈ તેમને સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા,મહામંત્રીઓ નરેન્દ્ર સોની , સ્નેહલ ધરિયા, કનૈયાલાલ કિશોરી , ઝોન પ્રભારી દાહોદ ભરતસિંહ સોલંકી સુધીર લાલપૂરવાળા, મીડિયા સેલના કન્વીનર શેતલ કોઠારી અને સહ કનવિનર નેહલ શાહ તથા ભાજપના જિલ્લાના તાલુકા હોદ્દેદારો એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડલ કારોબારી યોજાઇ અને જિલ્લા પ્રમુખ શંકરભાઈના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

આ કારોબારીમાં ગુજરાત વિધાન સભાના દંડક રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ એ કાર્યકર્તાઓ ને સંબોધન કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારવાની વાત કરી હતી.જ્યારે જસવંતસિંહ કહ્યું હતું કે આપડે પેજ જીતીશું, બુથ જીતીશું, મંડલો જીતીશું તોજ વિધાનસભા જીતીશું. આપડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણ ને વિશ્વની સૌથી મોટી પાર્ટી આપી છે.પૂરા વિશ્વમાં ભાજપ નું રાજ છે અને નરેન્દ્ર મોદી એ શિમલા થી વાત કરી કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસ એ ગરીબો માટે કંઈ કર્યું નથી. આપડા તાલુકા, જિલ્લા સભ્યો અને સરપંચોએ સરકારના દરેક કામોના ઘેર ઘેર જઈ તમે આ બધી યોજનાઓ ને યાદ કરાવી લાભાર્થીઓ ને સરકારની સિદ્ધિઓ ગણાવી પડશે તો આપડે મતદારોના મત મેળવીશું તેવું કહ્યું હતું.

संबंधित पोस्ट

ટ્રાફિક ના નિયમમાં મોટો ફેરફાર 2000 ના મેમા માટે તૈયાર રહો

Shanti Shram

પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700થી વધુ કેસો

Shanti Shram

દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાયેલ સાઇકલ રેલીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રસ્થાન કરાવ્યું 

Shanti Shram

વડગામ તાલુકાના ડાલવાણા ગામે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સખી મંડળોની મુલાકાતે

Shanti Shram

દીઓદરનો વિદ્યાર્થી જીપીએસસી (GPSC) માં ઉત્તીર્ણ

Shanti Shram

ભરૂચ-પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ની ભાજપમાં ઘર વાપસી-પાટીલે ખેસ પહેરાવી કર્યો પાર્ટીમાં સ્વાગત

Shanti Shram