



વિશ્વ તમાકુ નિષેધ દિવસે પાટણ જિલ્લા પંચાયતના કર્મચારી વ્યસન મુક્ત બન્યા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને ” વિશ્વ તમાકુ નિષેધ દિવસ ” તરિકે ઉજવવામાં આવે છે . આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે . વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે . જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે . તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે . જે પૈકીના ૫૦ લાખ લોકો પોતેજ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે ઉપયોગ કરતા હોય છે જ્યારે ૬ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે . ત્યારે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પાટણ જિલ્લા પંચાયતમાં આઈ . ડી . એસ . પી શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ પટેલે પણ 25 વર્ષ સુધી તમાકુનું સેવન કર્યું હતું . પરંતુ સ્ટાફ મિત્રોએ રાકેશભાઈને વિનંતી કરતા રાકેશભાઈએ તમાકુ છોડી દઈ યુવાનોને પણ તમાકુ છોડી તંદુરસ્ત જીવન જીવવા અપીલ કરી હતી