Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત શિક્ષણ

વલસાડમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે નવી દિશા-નવું ફલક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સેમિનારમાં રાજ્યના માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું કે, આધુનિક શિક્ષણમાં કારકિર્દી માર્ગદર્શન થકી ઉંચા શિખર પાર કરી શકાય છે. પરંતુ તે માટે નિર્ણાયક શક્તિ અને મહેનત હોવી જોઈએ. શહેરના વિદ્યાર્થીના માતા-પિતા શિક્ષિત હોવાના કારણે માર્ગદર્શન મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવા કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે. જેના થકી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એક સાથે આગળ વધી શકે છે. ઘણીવાર વિદ્યાર્થી ભણવામાં હોંશિયાર હોય છે પણ નિર્ણાયક શક્તિ હોતી નથી. કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા અને સફળતા માટે નિર્ણાયક શક્તિ મહત્વની છે તેના ફળ સ્વરૂપે જ આપણા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આઈએએસ-આઈપીએસ બની રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પુસ્તકીયા જ્ઞાન સિવાય સંસ્કારનું મહત્વ સમજાવતા શ્રી પાટકરે વિદ્યાર્થીઓને કહ્યું કે, ભણીને ડિગ્રી મેળવો એની સાથે માતા-પિતા, ગુરૂ અને વડીલોને માન-સન્માન આપો, એમનો આદરભાવ જાળવો એ પણ એટલું જ મહત્વનું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી સેમિનારમાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી જણાવ્યું કે, ધો.10-12એ વિદ્યાર્થી જીવનમાં મહત્વનો પડાવ છે. આ તબક્કે ક્યો વિકલ્પ પસંદ કરવો તે બાબતે મૂંઝવણ થાય છે. પરંતુ ભવિષ્યની પેઢી ગણાતા વિદ્યાર્થીઓ પોતાના પેશનને પ્રોફેશન બનાવે તે જોવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર તત્પર છે. આવા આયોજન થકી વિદ્યાર્થી-વાલીઓને એક જ સ્થળેથી તમામ માહિતી મળી રહે છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી યોજાયેલા આ સેમિનારમાં તજજ્ઞ વક્તા તરીકે પારડી આઈટીઆઈના ફોરમેન ઈન્સ્ટ્રક્ટર અશોકભાઈ કે. પટેલે આઈટીઆઈમાં સમાવિષ્ટ નવા કોર્સ ડ્રોન, કલાઉડ ક્મ્પ્યુટીંગ અને આઈટી સહિતના કુલ 132 કોર્સની માહિતી આપી હતી. જ્યારે અન્ય તજજ્ઞ વક્તા તરીકે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર ગુરૂકુળના કૃણાલભાઈ ગાંધીએ ધો. 10-12 પછી કોલેજ સહિતના વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપી હતી. આ પ્રસંગે સરકારી ઈજનેર કોલેજના આચાર્ય વી.ડી.ભીમાન, સરકારી પોલીટેકનિક કોલેજના આચાર્ય સી.એચ.ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા અને બીએપીએસના કેમ્પ્સ ડાયરેક્ટર માનસિંગભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ કર્યું હતું. આભારવિધિ શિક્ષણ નિરિક્ષક ડો.બીપીન પટેલે કરી હતી. ઉદઘોષક તરીકે ઉન્નતિબેન દેસાઈએ સેવા આપી હતી.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત માં અમુલના દૂધના ભાવમાં વધારો, Amul’s milk price hike In Gujarat

Shanti Shram

સુરત માં ટેક્સટાઇલ માર્કેટમાં રસીનો પૂરતો જથ્થો ન મળતા વેક્સિનેશન સેન્ટર બહાર લાગી લાંબી લાઈનો

shantishramteam

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૯-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

મહિમા જૈન સંઘ સુવિધિ માં બાલીકાઓનું વક્તવ્ય યોજાયું.

Shanti Shram

કોટડા દીયોદર મુકામે દુધ મંડળી દ્વારા વૃક્ષારોપણ યોજાયું

Shanti Shram

ખિમાણામાં શ્રી સુવિધિનાથ જિનાલયની 104 મી સાલગીરી ઉજવાઈ.

Shanti Shram