Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બિઝનેસ

જરી ઉદ્યોગકારોએ જીઆઇ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે : કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજય મંત્રી દર્શનાબેન જરદોશ

સુરત. ભારત સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સોમવાર, તા. ૩૦ મે, ર૦રર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઇલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ ઇનીશીએટીવ્સ વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ્સ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. જયારે ટેકસટાઇલ્સ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ વર્કશોપમાં ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઉપસ્થિત રહયા હતા.આ વર્કશોપમાં કેન્દ્રીય ટેકસટાઇલ્સ રાજય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે જરીના ૧૮ ઉદ્યોગકારોને જીઆઇ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.ટેકસટાઇલ કમિટી દવારા વર્ષ ર૦૧૦ થી જ સુરત જરીના જીઆઇ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સંદર્ભે આજે નવા ૧૮ ઓથોરાઇઝ યુઝર્સનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારોહ પછીહાઉ ટુ લેવરેજ સુરત જરી ફોર બેનીફિટ ઓફ ઓલ વેલ્યુ ચેઇન એકટર્સ વિષય ઉપર બ્રેઇન સ્ટોર્મિંગ સેશન યોજાયું હતું. સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ સેશનનું સંચાલન કર્યું હતું. તેમની સાથે એનઆઇડી અમદાવાદથી બે નિષ્ણાતો જોડાયા હતા અને તેમાંથી એક લેકમે ફેશનના ઓર્ગેનાઇઝર હતા. સાથે જ મધ્યપ્રદેશ સરકારના જીઆઇના નિષ્ણાત પણ જોડાયા હતા.ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ્સ રાજય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, જરી ઉદ્યોગકારો નવી મશીનરી, નવી ટેકનોલોજી, નવી ડિઝાઇનો, જરી આર્ટીસ્ટોની સ્કીલ અપગ્રેડેશન સાથે ઓનલાઇન માર્કેટીંગ ચેનલનો ઉપયોગ કરી વિશ્વભરમાં બ્રાન્ડ ડેવલપ કરવી જોઇએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર અને જરી એસોસીએશન તેમના તમામ કાર્યક્રમોમાં જીઆઇ પ્રોડકટ વિશે માહિતી લોકોને આપે.સુરતમાં અલગ અલગ પ્રકારની જરીની પ્રોડકટ બને છે. જરી બનાવવા માટે ઘણી મહેનત લાગે છે અને એની પ્રોડકટ પણ ખૂબ જ મોંઘી હોય છે. તમિળનાડુ અને વારાણસી વિગેરે અન્ય રાજયોમાં જવાનું થાય છે ત્યારે ત્યાં ખબર પડે છે કે અહીં સુરતની જરી આવે છે. આથી જરી ઉદ્યોગને ડેવલપ કરવો પડશે. જેમ કાશ્મીરમાં નવી પેઢીને કાશ્મીરી શાલ બનાવવાનું શીખવાડવામાં આવ્યું છે તેમ સુરતમાં પણ જરી ઉદ્યોગકારોએ તેમની યુવા પેઢીને જીઆઇ ટેગનો ઉપયોગ કરીને માર્કેટીંગ કરવાનું છે અને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે. આ યુવા પેઢીએ જરી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવાનો છે અને પ્રોડકટમાં વેલ્યુ એડીશન કરવાની છે.ટેકસટાઇલ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણે જરીના ઉદ્યોગકારોને જરી ઉદ્યોગ માટે ઉપયોગી એવી વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત જરીના નામે દેશમાં અથવા વિદેશમાં કોઇ ઇમીટેશન નહીં કરી શકે તે જીઆઇ સર્ટિફિકેશન આપવા પાછળનો મુખ્ય હેતુ છે. જીઆઇ અંતર્ગત ૪૧૭ પ્રોડકટ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. એમાંથી ર૩૧ યુનિક ટેકસટાઇલના પ્રોડકટ છે. ટેકસટાઇલ કમિટીએ ૬૯ પ્રોડકટને રજિસ્ટર્ડ કરવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે અને અન્ય ૪૯ જેટલા ક્રાફટને આઇડેન્ટીફાય કર્યા છે તથા આગામી દોઢ વર્ષમાં તેમના પ્રોડયુસર અને વિવર્સને પણ પ્રોટેકશન આપી શકાશે.ટેકસટાઇલ કમિટીના ડાયરેકટર (એમઆર) ડો. તપન કુમાર રાઉતે જરી ઉદ્યોગમાં કવોલિટી પ્રોડકશન માટે જીઆઇ સર્ટિફિકેશન વિશે ઉદ્યોગકારોને સમજણ આપી હતી.

Advertisement

संबंधित पोस्ट

ડોમિનોઝ પિઝા સ્વિગી અને ઝોમેટો પર લગાવી શકે છે પ્રતિબંધ

Shanti Shram

દિયોદર ગ્રામ પંચાયતની સરપંચપદની બેઠક માટે કિરણ કુમારી ગિરિરાજ સિંહ વાઘેલા ઉમેદવારી નોધાવી.

Shanti Shram

કચ્છથી સાયકલ યાત્રાએ નિકળેલા લાયન્સ ક્લબના બે યુવાનોનું પોરબંદરમાં સ્વાગત

Shanti Shram

60 હજાર કરોડનું દાન આપનાર અદાણીની સ્ટોરીઃ કોલેજ ડ્રોપઆઉટ અદાણી, 400 કરોડના ઘરના માલિક, એકવાર અંડરવર્લ્ડ ડોન દ્વારા અપહરણ

Shanti Shram

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

Shanti Shram

સરકારને મદદરૂપ થવા થઈ રહ્યું છે આ કામ દરરોજ એક હજાર ટન ઓકિસજનના સપ્લાય માટે સજજ: ઓનલી રિલાયન્સ ( Reliance )

Shanti Shram