Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

રાજકોટમાં બુધવારથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવાશે

આજના આધુનિક યુગમાં સુખ-શાંતિની શોધ કરતો માનવ પ્રતિદિન અને પ્રતિક્ષણે સાધન-સંપતિ, સગવડ અને સજાવટમાં નિરંતર વધારો કરી રહ્યો છે છતાં પ્રતિદિન અને પ્રતિક્ષણે અશાંતિ અને અજંપામાં, દુરાચાર અને ભ્રષ્ટાચારમાં,સંઘર્ષો અને છૂટાછેડા, હત્યા અને આત્મહત્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે કારણ કે, વિશ્વનો ઉત્કર્ષ થયો પરંતુ માનવનો ઉત્કર્ષ ન થયો. પોતાની 95 વર્ષની સમગ્ર આવરદા માનવજાતના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધી તેવા વિરલ સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેઓના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજના શુભાશિષથી રાજકોટના આંગણે તારીખ 1 જૂન, બુધવારથી તારીખ 5 જૂન, રવિવાર, પાંચ દિવસદરરોજ રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પૂ. અપૂર્વમુનિ સ્વામી સતત પાંચ દિવસ સુધી વિવિધ પ્રેરક વિષયો પર આપશે સમાધાન માનવ ઉત્કર્ષ મહોત્સવના પ્રેરક વિષયોમાં પ્રથમ દિન, તા. 1 જૂન, બુધવારના રોજ માનવ જો ધારે તો (તમારી સફળતા-તમારો સંકલ્પ), દ્વિતીય દિન, તા. 2 જૂન,ગુરુવારના રોજ વારસ સાથે વિમર્શ (તમારી સંતતિ – તમારી સંપતિ),તૃતીય દિન, તા. 3 જૂન,શુક્રવારના રોજ મિલે સૂર મેરા તુમ્હારા (તમારા સંબંધો – તમારી સંવાદિતા),ચતુર્થ દિન, તા. 4 જૂન,શનિવારના રોજ હમ ચલે તો હિન્દુસ્તાન ચલે (તમારો દેશતમારું સમર્પણ),પંચમ દિન, તા. 5 જૂન,રવિવારના રોજ ઠાકર કરે તે ઠીક (તમારી સમસ્યા – તમારી શ્રદ્ધા) વિષયો પર વિવિધ પરિવારિક સામાજિક પ્રશ્ર્નોનુ સમાધાન પૂ.અપૂર્વમુનિ સ્વામી દેશે.માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસ તા.5 જૂન, રવિવારે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્દઘોષ સમારોહ ઇઅઙજ સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત પ.પૂ. ડોક્ટર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા.31 મે, મંગળવારે સાંજે 5 થી 7 દરમ્યાન ઇઅઙજ રાજકોટના હજારો બાળબાલિકાઓ વિશ્વ તમાકુ નિષેધ દિને વિરાટ વ્યસનમુક્તિ રેલી દ્વારા નિર્વ્યસની રાજકોટનો સંદેશ પ્રસરાવશે. સાથે તા.6 જૂન, સોમવારે સાંજે 6 થી 9 દરમ્યાન વિરાટ મહિલા સંમેલન પણ યોજાશે જેમાં રાજકોટ બીએપીએસની બાલિકા-યુવતી-મહિલાઓ સંવાદ, નૃત્ય, પ્રવચન અને વિડીયોની રસપ્રદ પ્રસ્તુતિથી સ્ત્રીશક્તિને શિક્ષણ, સંસ્કાર, સેવા, સમર્પણ અને શ્રદ્ધાના સન્માર્ગે પ્રેરશે. માનવ ઉત્કર્ષ મહોત્સવ કથાની પોથીયાત્રા તા.1 જૂન, બુધવારે સાંજે 4:30 થી 6:30 દરમ્યાન યોજાશે જે રેસકોર્ષ મેદાનમાં વિરામ પામશે.પ્રત્યેક વય, પ્રત્યેક જ્ઞાતિ, પ્રત્યેક વ્યવસાય અને પ્રત્યેક ધર્મના માનવની સમસ્યાઓના સમાધાન આપનાર આ માનવઉત્કર્ષ મહોત્સવમાં પ્રવચન, પ્રદર્શન, પ્રેરક સાહિત્ય અને પ્રસાદનો લાભ લેવા માટે સગા-સ્નેહી,મિત્રો અને પરિવારજનો સાથે નિત્ય પધારવા સમગ્ર સંત-ભક્ત મંડળ વતી રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામીએ રાજકોટની તમામ ભાવિક જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. માનવ ઉત્કર્ષ મહોત્સવના આકર્ષણો રેસકોર્સ મેદાનના 3,75,000 ચો.ફીટ વિસ્તારમાં બેઠક વ્યવસ્થા રેસકોર્સ મેદાનના 60,000 ચો.ફીટ વિસ્તારમાં આકર્ષક અને પ્રેરણાદાયી પ્રદર્શન પ્રસ્તુતિ 116 ફૂટ પહોળાઈ, 50 ફૂટ લંબાઈ અને 6 ફૂટ ઉંચાઈનું વિશાળ મુખ્ય સ્ટેજ 100 ફૂટનો ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર મુખ્ય સ્ટેજ પર 100 ફૂટની વિશાળ એલઇડી સ્ક્રીન પૂ.અપૂર્વમુનિ સ્વામીની રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગ, દ્રષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરી અને ફોટો-વિડીયોની અદ્દભુત કથા પ્રસ્તુતિ મહોત્સવ દરમ્યાન દરરોજ ચાલનાર પ્રમુખ રક્તદાન મહાયજ્ઞ મહોત્સવ દરમ્યાન દરરોજ બાળકો અને બાલિકાઓ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન વિષયક આકર્ષક અને પ્રેરણાદાયી પ્રસ્તુતિ

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત હવામાન વિભાગની આગાહી ને લઈને આગામી 5 દિવસમાં  રાજ્ય નાવિસ્તારમાં વરસાદ આવવાની સભાવના

Shanti Shram

બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા ગુજરાતના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં યાત્રિકોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો

Shanti Shram

ફાયરની ટીમોએ હોસ્પિટલોમાં વીજ પુરવઠાની કરી ચકાસણી , આકસ્મિક સ્થિતિમાં લાઈટ જાય તો શું કરવું એ અંગે આપી માહિતી

shantishramteam

NCL Recruitment 2020: Over 300 vacancies of operator notified, 10th pass can apply

Admin

લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ધનવાન બનવા શું શું કરશો

Admin

ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્ય ના ગૃહરાજ્યમંત્રી શ્રીના ગૃહાંગણે પૂજ્ય ભક્તિયોગાચાર્ય યશોવિજયસુરીજી મ.સા. આદીઠાણાના પગલાં

Shanti Shram