Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર અરવલ્લી જિલ્લાના 3 બાળકો PM ના હસ્તા 10-10 લાખની સહાય, મોડાસા ખાતે કાર્યક્રમ

પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 29મી મે 2021ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ્ય 11મી માર્ચ 2020 થી શરૂ થતાં સમયગાળા દરમિયાન કોવીડ 19 રોગચાળામાં માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને સહાય કરવાનો છે. આ યોજનાનો ઉદેશ્ય બાળકોની સર્વગ્રાહી સંભાળ અને સુરક્ષા સતત સુનિશ્ચિત કરવાનો છે.

આ યોજના દ્વારા બાળકોને આરોગ્ય વીમો આપી તેમના સ્વાસ્થ્યને સક્ષમ કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય સક્ષમ બનાવવામાં આવ્યું. આ બાળકો 23 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આર્થીક સહાય આપી આત્મનિર્ભર અસ્તિત્વ તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાળક 18 વર્ષની ઉંમરથી સ્ટાઈપેન્ડ આપશે. 23 વર્ષે બાળક પહોંચે ત્યારે તેને રૂ.10 લાખ આપશે.SDRF-MHA ના નિર્દેશ અનુસાર પ્રતિ મૃત માતાપિતા દીઠ રૂ.50 હજારનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

Advertisement

કાર્યક્રમમાં બાળકો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોરોનાએ ઘણાની જીંદગી સંઘર્ષમય બનાવી દીધી છે. આ બાળકોની તકલીફ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પીએમ કેર ફોર ચિલ્ડ્રનની આ સહાય બાળકોને સારું શિક્ષણ, આરોગ્ય પૂરું પાડશે.બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન પણ પૂરી પાડવામાં આવશે.આ બાળકોની હિંમતને હું સલામ કરું છું. દેશની સંવેદના તમારી સાથે છે. બાળકો તમારે હાર નથી માનવાની , તમારે દેશ માટે આગળ વધવાનું છે.

અરવલ્લી જિલ્લાના 3 બાળકોએ કોરોનામાં પોતાના માતાપિતા ગુમાવ્યા છે. આજે જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ બાળકોને યોજનાના દસ્તાવેજ આપી સહાયની રકમ પૂરી પાડી. કલેકટર એ બાળકો અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી એવી તમામ સુવિધા પૂરી પાડવા અધિકારીઓને સૂચના આપી.

Advertisement

આજના કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા આરોગ્ય અધિકારી આર. જી. શ્રીમાળી, જિલ્લા વિકાસ અધિકારી બી. ડી. ડાવેરા સહિતના જિલ્લા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

संबंधित पोस्ट

ગુરુવારે મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ: કરણીસેના દ્વારા હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી

Shanti Shram

પદગ્રહણ ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે વેક્સિનેશન સેન્ટરોની ઓચિંતી મુલાકાતે

Shanti Shram

શ્રી શંકરભાઇ ચૌધરીના પ્રયાસોથી સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની મંજૂરી Oxygen Plant

Shanti Shram

જન્માષ્ટમીની ખાસ રેસીપી: આ રીતે તમે ઘરે નાળિયેરની બર્ફી બનાવી શકો છો

shantishramteam

ગુરુરામ પાવન ભૂમિ સુરત મધ્યે ઉપધાન તપ નો પ્રારંભ.

Shanti Shram

પૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રી નું ચાતુર્માસ પરિવર્તન યોજાયું.

Shanti Shram