Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

રાજકોટના ઉપલેટામાં જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ, ભવ્ય રુક્મિણી વિવાહ ઉજવાયો

માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી ને પરણવા માટે હાથીની અંબાડી પરબેસીને એક કિલોમીટર લાંબી જાન લઈને નગરયાત્રાએ નીકળ્યા હતા. ઉપલેટા શહેરના મો.લા. નગર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુક આયોજિત શ્રી દાસી જીવણ સત્સંગમંડળ સંચાલિત ચાલી રહેલ જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ભગવાન શ્રીકૃષ્ણની જાડેરી જાન લઈને આવવાનું સૌભાગ્ય ઉપલેટા નગરપાલિકાનાપૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયાને પ્રાપ્ત થયું હતું.દાનાભાઈ ચંદ્રવાડીયાના ડોબરીયા શેરીના દાસાપંથી વાડી સામેના નિવાસ સ્થાનેથી રાત્રે 9.30 કલાકે ભવ્યાતિભવ્ય ડીજેના તાલે, રાસ રમતા નાચગાનસાથે ઉપલેટા તેમજ આસપાસના તાલુકાઓમાં સૌ પ્રથમ વખત આ ભગવાન શ્રીકૃષ્ણની રુક્ષ્મણીને પરણવા જવા માટે જાડેરી જાન નીકળી હતી. આહિર સમાજના મહિલાઓ અને પુરૂષો તેમજ યુવક અને યુવતીઓ તથા નાના બાળકો પરંપરાગત પોશાક પહેરીને જાનની શોભા વધારી હતી. ભગવાન શ્રીકૃષ્ણ હાથીની અંબાડી પર બેસીને નગર યાત્રાએ નીકળ્યા આ જાનમાં હાથીની અંબાડી પર ભગવાન શ્રીકૃષ્ણ બેસીને રુક્ષ્મણીને પરણવા માટે જાન લઈને નીકળ્યા હતા, સાથે જાનની શોભા વધારતી બગીઓ, ઘોડાઓ, બળદ ગાડા, બુલેટસવારો, લાઇટિંગ વાળી છત્રીઓ, ઢોલક વૃંદો, ખુલ્લી જીપો વગેરે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપલેટાના ઇતિહાસની સૌપ્રથમ વખત નીકળેલી ભવ્ય ભગવાન શ્રીકૃષ્ણને જાનમાં મોટી સંખ્યામાં જોડાવા બદલનગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન તથા માર્કેટીંગ યાર્ડના ડીરેકટર નિકુલભાઇ ચંદ્રવાડીયા, મેણસીભાઈ ચંદ્રવાડીયા તથા પાર્થરાજ ચંદ્રવાડીયાએ સમસ્ત આહિરસમાજની સાથે સૌ નગરજનોનો હૃદય પૂર્વકનો આભાર માન્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

મોદી ફરી એક વાર ગુજરાતના દૌરા પર, આ બધા કાર્યક્રમોમાં રહેશે મૌજુદ

Shanti Shram

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૭૦૦ મણ ફણગાવેલા મગ અને ચણાનો પ્રસાદ વિતરણ કરાશે

Shanti Shram

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Shanti Shram

ભગવાન જગન્નાથ દર્શન માટે માસ્ક જરૂરી: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળો, 2 હજાર સાધુઓ જોડાશે

Shanti Shram

સુરતના આંગણે પ્રવ્રજ્યા ગ્રહણોસ્તવ પ્રારંભ

Shanti Shram

જામનગરમાં રીલાયન્સ ( RELIANCE INDUSTRIES) બનાવશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

Shanti Shram