Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બિઝનેસ

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સીઝનની નવી મગફળીનો આરંભ થયોખેડૂતોને પ્રતિ મણના ભાવ રૂા. 900 થી 1050 સુધી મળી રહ્યો છે

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સીઝનની નવી મગફળીનો આરંભ થયો હતો. અહી ખેડૂતોને પ્રતિ મણના ભાવ રૂા. 900 થી 1050 સુધી મળી રહ્યો છે. આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહથી સીઝનની નવી મગફળીની આવક શરૂ થઈ છે. તો જિલ્લાભરમાં ગત વર્ષની સરખામણીમાં 250 હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું.ચોમાસાની સીઝનમાં સૌથી વધારે કપાસ અને મગફળીનું વાવેતર અમરેલી જિલ્લામાં થઈ રહ્યું છે. પણ ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ઉનાળામાં પણ 3502 હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. ગત વર્ષે જિલ્લામાં ઉનાળું મગફળી 3252 હેકટરમાં જ થઈ હતી. પણ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 250 હેકટર વધ્યું હતું. હેવ જિલ્લાની બજારોમાં સીઝનની નવી મગફળીની આવકનો આરંભ થઈ ગયો છે. અમરેલી માર્કેટીંગ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી બજારમાં નવી મગફળીની આવક થઈ રહી છે.દરરોજ 50 થી 60 ગુણી મગફળી આવી રહી છે. અહી ખેડૂતોને પ્રતિ ખાંડીએ 18 થી 21 હજારનો ભાવ મળી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં માર્કેટમાં નવી મગફળીની આવકમાં વધારો થશે. તો સાથે સાથે જિલ્લાના સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પણ સીઝનની નવી મગફળીની આવકનો આરંભ થઈ ગયો છે. અહી પ્રતિ મણના રૂપિયા 1080 થી 1368 ભાવ રહ્યો હતો.

संबंधित पोस्ट

દિયોદર તાલુકાના દેલવાડાના આંગણે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Shanti Shram

જીલ્લાના અધિકારીઓ..પદાધિકારીઓના આશીર્વાદથી ભારતમાલા… ખનીજચોરી બેફામ…. રાજાશાહીને શરમાવતી લોકશાહી…

Shanti Shram

આવતી કાલે  ૧૦ જુને નવસારીના જીલ્લાના ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ માં નરેન્દ્ર ભાઈ મોદી પધારશે

Shanti Shram

બે મહિનામાં 13મી વખત CNGના ભાવમાં થયો વધારે, આ છે કારણ

Shanti Shram

અમદાવાદમાં યોજવામાં આવ્યો વિદ્યાગુરુ એવોર્ડ કાર્યક્રમ, 20 જેટલી શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ એનાયત 

Shanti Shram

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર આગામી વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા જિલ્લા ભાજપા પ્રભારી ડો. હર્ષદભાઈ પટેલ

Shanti Shram