Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બિઝનેસ

સુરત ડાયમંડ એક્સ્પો-૨૦૨૨ : ‘કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા

સુરત જે ડાયમંડ સિટી તરીકે આજે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે અને જે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક ગર્વ લેવા જેવી બાબત છે અને જેમાં હવે મહત્વનું એ છે કે ધીમે ધીમે પ્રગતિ કરતુ શહેર સુરત હવે દરેક શેત્રે પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યું છે અને જેમાં વધારો કરી સુરત બની રહ્યું છે ડાયમંડ બાયર્સની પહેલી પસંદ જેમાં કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં B2B કેરેટસ – સુરત ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. જ્યાં હીરા ઉત્પાદકો અને વેપારીઓને મોટા હીરા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે. જ્યાં દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી સસ્તા ડાયમંડ શોધમાં આવતા હોય છે ત્યારે રેટ્સ એકમોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા.૧૫ થી ૧૭ જુલાઇ ૨૦૨૨ ના રોજ ક્લબ અવધ યુરોપિયા સુરત ખાતે ત્રીજીવાર કેરેટસ સુરત ડાયમંડ એક્સ્પો નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

संबंधित पोस्ट

પબ્લિક વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નાં ઉપક્રમે દિયોદર તાલુકાના માનપુરા (ધુ) મુકામે વિધવા બહેનોને ધાબળાઓ અને કઠોળ મગ નું વિતરણ.

Shanti Shram

નડિયાદમાં રૂડસેટ સંસ્થા ખાતે ખેડાના યુવકો માટે 60 દિવસીય પશુ મિત્ર તાલીમનું આયોજન

Shanti Shram

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજ દ્વારા વતનના ગામો માટેની વૈકલ્પિક વ્યવસ્થા

Shanti Shram

અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, કોરોનાના કેસ ઘટતા હોસ્પિટલો થયા ખાલી

shantishramteam

ગુજરાત બોર્ડ રિઝલ્ટ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

Shanti Shram

વેપારીઓએ સરકારને આપી ચીમકી: જો 18મી પછી વેપાર-ધંધા શરૂ નહીં કરો, તો દુકાનોનાં શટર સવિનય કાનૂન ભંગ કરી ખોલી નાખીશું

shantishramteam