Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત

અમદાવાદ છેલ્લી ઘડીએ મુસાફરી કરવા માંગતા લોકોને મોટી રાહત, 21 ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે.

અમદાવાદ છેલ્લી ઘડીએ મુસાફરી કરવા માંગતા લોકોને મોટી રાહત, 21 ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે.જેના કારણે તાતાક્લિક જનરલ ટીકીટ પર મુસાફરી કરવા માગતા લોકોને ફાયદો થશે..રેલવે દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે…જે અનુસાર હવે રેલવેના અમદાવાદ વિભાગમાંથી પસાર થતી લાંબા અંતરની ૨૧ ટ્રેનોમાં આગામી તા.૧ જુનથી મુસાફરોને જનરલ કોચમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરવાની મંજુરી આપી દેવાઇ છે. અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકાતી હતી હવે તે ઝંઝટમાંથી મુક્તિ મળશે…જેના કારણે અમદાવાદ થી મુસાફરી કરનાર લોકોને મોટો ફાયદો થશે અને મુસાફરી કરી શકશે… અમદાવાદથી મુંબઇ, વલસાડ, વેરાવળ, સોમનાથ જતી ટ્રેનોમાં હવે ટિકિટ બારી પરથી સામાન્ય ટિકિટ લઇને પણ મુસાફરી કરી શકાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ પણ મળશે. બાન્દ્રા-અમદાવાદ-બાન્દ્રા સુપરફાસ્ટ, બાન્દ્રા-ગાંધીધામ-બાન્દ્રા સુપરફાસ્ટ, દાદર-ભુજ-દાદર સુપરફાસ્ટ, વલસાડ-અમદાવાદ-વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ-વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર-ઇન્દોર-ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. ઉપરાંત ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ, સાબરમતી-ભગત કી કોઠી મેલ એક્સપ્રેસ, અમદાવાદ-સોમનાથ-અમદાવાદ મેલ એક્સપ્રેસ તેમજ ગાંધીધામ-ભાગલપુર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને જનરલ ટિકિટ મળી રહેશે.

Advertisement

संबंधित पोस्ट

કોરોના કાળમાં આવ્યા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, મળશે માસ પ્રમોશન, ગુજરાત સરકારે કરી જાહેરાત….

shantishramteam

રાજકોટ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે લીડ બેંક દ્વારા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે

Shanti Shram

અમદાવાદ માં દર વર્ષ કરતા આ વખતે રથયાત્રા અલગ રહેશે ,ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે

shantishramteam

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરખેજ વોર્ડ અમદાવાદ મધ્યે યોગનું આયોજન થયું.

Shanti Shram

સાચા લોકસેવક… બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક

Shanti Shram

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મૂલાકાત કરી, ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું

Shanti Shram