Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે: કાલે કરશે રાજકોટમાં આધુનીક સાયબર ક્રાઇમ સેન્ટરનું ઇ-લોકાર્પણ

ગુજરાતના રાજકારણમાં આજે જબરી ચહલ પહલ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાત પર છે. સવારે અમિત શાહે દ્વારકામાં જગત મંદિરમાં કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકવ્યું હતું. આવતીકાલે પણ ગૃહ મંત્રી ગુજરાતમાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઇ શાહનું શુક્રવારે રાત્રે માદરે વતન ગુજરાતમાં આગમન થયુ હતું.આજે સવારે 11 કલાકે તેઓએ દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકા હેલીપેડ ખાતે તેઓનું ઉતરાણ કરી સીઘ્ધા જ જગત મંદિરે દ્વારકાધીશના દર્શનાર્થે પહોચી ગયા હતા. જયાં તેઓએ ભગવાનની પાદુકાનું પુજન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ મોજપ સ્થિત કમાન્ડો સેન્ટરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉ5સ્થિતિમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સહકાર સે સમૃધ્ધી સંમેલન યોજાવાનું છે. કેન્દ્રીય સહકાર મંત્રી હોવાના નાતે અમિતભાઇ શાહ આ સંમેલનમાં પણ હાજરી આપશે. આવતીકાલે પણ ગૃહમંત્રી ગુજરાતમાં છે.રવિવારે તેઓના હસ્તે સવારે રાજકોટમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના બિન રહેણાંક આવાસ, રહેણાંક આવાસ તથા સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે તેઓના હસ્તે સાવરકુંડલા તાલુકાના વંડામાં બનાવવામાં આવેલ પોલીસ સ્ટેશનના વડા ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાજયમાં નિર્માણ પામેલા જુદા જુદા પોલીસ ભવન, એસ.પી. કચેરી, પોલીસ લાઇનનું નડીયાદથી એક સાથે ઇ-લોકાર્પણ કરશે. જેમાં રાજકોટ અને સાવરકુંડલાના વંડા ઉપરાંત લાલપુર પોલીસ સ્ટેશન, કાલાવાડ, જામજોધપુર, પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે.

Advertisement

संबंधित पोस्ट

દીઓદર માર્કેટ યાર્ડ એક સપ્તાહ બંધ રહેશે Diyodar APMC

Shanti Shram

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભાવનગરની આઇકોનિક જગ્યાઓએ યોગ કરવામાં આવ્યાં નિલમબાગ પેલેસ, હાથબ બંગલો અને વેળાવદર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજ

Shanti Shram

દિયોદર તાલુકાના સરદારપુરા રવેલ ગામે મા ચેહરના ધામે પ્રાણપ્રતિષ્ઠા – નવકુંડી હવન મહોત્સવ યોજાયો.

Shanti Shram

શિક્ષિકાશ્રી રમીલાબેન ડી. મકવાણા (રમા)એ ભાભર તાલુકાના ૫૩ જેટલાં ગામોમાં કોરોના સમયે લોક જાગૃતિ ફેલાવી

Shanti Shram

વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટેની વિવિધ કેટેગરી માટે સ્પર્ધા યોજવામાં આવી હતી

Shanti Shram

દાહોદના બસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ મંદિર દ્રારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શરૂઆત કરાઈ

Shanti Shram