Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

વઘઈ ખાતે સમૂહ લગ્નમાં 221 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ ના પ્રમુખ રમેશભાઇ ગાંગુર્ડેના સહયોગ થકી વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમૂહ લગ્નમાં ડાંગ જિલ્લાના જુદા જુદા ગામડાંઓ માંથી કુલ 221 આદિવાસી યુગલો લગ્નના માંડવે એક તાંતણે બંધાયા હતા.વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ પર યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં 221 વરરાજાઓનો વરધોડો હિન્દુ રીતિ રીવાજો અને આદિવાસી વાજિંત્રો સાથે નીકળ્યો હતો. અહી સમૂહ લગ્ન મહોત્સવમાં આદિવાસી 221 યુગલોએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સાત ફેરા ફરી પતિ પત્નીના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ યુગલોને બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ દ્વારા વાસણો સહિત વરવધુને કપડાની ભેટ અર્પણ કરાઇ હતી.વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં મહોત્સવના આયોજક રમેશ ગાંગુર્ડે સહિત ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજય પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિત, તાલુકા પ્રમુખ શંકુતલાબેન, વેપારી એસોસિએશનના પ્રમુખ સુભાષ બોરશે, સામાજીક આગેવાન ઘનશ્યામ પટેલ, રીતેશ પટેલ, પંકજ પટેલ સુરેશ કાંજીયા, ધર્મેશ પટેલ, સંદિપ સુરતી, પૃથ્વીરાજ વૈષ્ણવ તથા નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ પરણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રપુરના આદિવાસી સમાજના યુવાનોએ પણ જહેમત ઉઠાવી હતી

Advertisement

संबंधित पोस्ट

વડોદરામાં 108 દિવ્યાંગો પ્રભુતામાં પગલા માંડશે,ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું 

Shanti Shram

મોરબી પોલીસનું ગૌરવ, મહિલા પોલીસ કર્મીએ માઉન્ટ એવરેસ્ટ પર 15,800 ફૂટ સુધીનું કપરું ચઢાણ પૂર્ણ કર્યું  

Shanti Shram

તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદો થાય છે ?

Shanti Shram

અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્રારા પીપાવાવ શીપયાર્ડ APM ટર્મીનલ ખાતે “સાયબર ક્રાઇમ જાગૃતતા” અભીયાન હેઠળ સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ…..

Shanti Shram

પ્રવાસીઓની ભીડ વચ્ચે, દહેરાદૂન, નૈનિતાલ હોટલો 50% વ્યવસાય પર દોડશે

shantishramteam

ગુજરાતમાં લિક્વિડ બાયો ફર્ટિલાઇઝરની જબ્બર માંગ, ખેડૂતોના ખર્ચમાં 25 ટકાનો ઘટાડો

shantishramteam