Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજકોટ ખાતે આગમન, આટકોટ જવા રવાના થયા 

ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદી માદરે વતનની મુલાકાતે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા આટકોટ ખાતે મલ્ટી સ્પેશિયાલિષ્ટ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આટકોક જવા રવાના થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને રાજકોટમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાનાના આટકોટ ખાતે સ્પેશિયલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરી સમારોહને સંબોધન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા.આ હોસ્પિટલમાં શું શું છે સુવિધા?રાજકોટના આટકોટમાં વિશ્વ કક્ષાની હોસ્પિટલ બની છે. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની હોસ્પિટલ મીની એમ્સ જેવું કામ કરશે. 14 કરોડના અદ્યતન મશીનથી નજીવા દરે સારવાર થશે. મોટા ભાગની તમામ સર્જરી આ હોસ્પિટલમાં થઇ શકે તેવી સુવિધા છે. આ હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટર છે અને દર્દીની સારવાર માટે 300 માણસોનો સ્ટાફ છે. દર્દીઓને રાહત દરે આપવામાં આવશે સારવાર. 35 ડૉક્ટર ફૂલ ટાઈમ કાર્યરત રહેશે.400 બેડની સુવિધા પણ થઇ શકે છે.ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હોવાને લીધે ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

ચિભડા પ્રાથમિક શાળા માં સેનેટરી નેપકીન વેન્ડીગ મશીનનો શુભારંભ.

Shanti Shram

રાષ્ટ્રપતિની ચૂંટણીથી ભાજપ રાજસ્થાનને પણ મજબૂત કરશે, 5 આદિવાસી ધારાસભ્યો બનશે પ્રસ્તાવક

Shanti Shram

પાટણ ગુંગડી પાટી સેવા સહ મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં

Shanti Shram

આજે PM મોદીએ સોમનાથ મંદિરનાં આ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ…

shantishramteam

પૂ, મોરારીબાપુ દેશ વિદેશમાં રામકથાના માધ્યમથી સમાજ જીવનમાં ઉત્તમઆચાર ઉભો કરવા સંદેશ આપતાં રહે છે.પુ.મોરારીબાપુએ ગુરુપૂણિમાને ધ્યાનમાં લઈને અમેરિકાના લોસએન્જલસમાં તા.૨ થી ૧૦ દરમ્યાન યોજાએલ.

Shanti Shram

દેવભૂમિ દ્વારકા ના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત

Shanti Shram