Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને કિટ્સ વિતરણ કરાયું

સાબરકાંઠા જિલ્લાના ૧૫૦ આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કિટ્સ વિતરણ કરાયું. ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને કિટ્સ વિતરણ કરાયું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા સેવાસદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ત્રણ તાલુકાના કૃષિ વૈવિધ્યકરણ યોજનાના આદિજાતિ ખેડુતોને ખાતર-બિયારણની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ. કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આદિજાતિ લાભાર્થી ખેડુતોને અંદાજીત રૂ. ૨૮૦૦/- ની કિંમતની કિટ જેમાં મકાઇનું બિયારણ તેમજ ૫૦ કિ.ગ્રા.ની ૧ થેલી ખાતર ડી.એ.પી. તથા ૫૦ કિ.ગ્રા.ની ૧ થેલી ખાતર પ્રોમ આપવામાં આવે છે. આ વર્ષે ખરીફ સિઝન માટે આદિજાતિ ખેડૂતોને ૦.પ એકર જમીન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે આ પ્રસંગે પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંતરીયાળ વિસ્તારમાં વસતા આદિજાતિ બાંધવોની રાજય સરકારે ચિંતા કરી છે. તેઓ ખેતી અને પશુપાલનથી આત્મનિર્ભર બની શકે તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના થકી આદિજાતિ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી વીજળી, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. આજે ટૂંકી જમીન ધરાવતા નાના ખેડૂતો પણ સારા બિયારણ, સારા ખાતર સરળતાથી મળી રહે તે માટે રાજ્યની આ સરકારે કૃષિ વૈવિધ્યકરણની યોજના હેઠળ આદિજાતિ ભાઇ-બહેનોને શાકભાજીનું બિયારણ અને ખાતર આપીને આર્થિક રીતે પગભર બનાવવાની દિશામાં કામગીરી આરંભી છે. કૃષિ વૈવિધ્યકરણ યોજનાના શુભારંભ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના ૧૫૦ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ગાંધીનગરથી વર્ચ્યુઅલ જોડાયેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવાદને જિલ્લાના આદિજાતિ ખેડૂતોએ સાંભળ્યો હતો.આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રી જે.જે.નિનામા, મામલતદાર શ્રી હેતલ વસોયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં આદિજાતિ ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

संबंधित पोस्ट

દીઓદર ધારાસભ્યશ્રીના પ્રયાસોથી દીઓદરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન બનશે.

Shanti Shram

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ પોળ વિસ્તારની સાતમી રથયાત્રા યોજાઇ

Shanti Shram

વડીલનાયક શ્રી નું દીઓદર મધ્યે બેસતા મહિનાનું મહામાંગલિક યોજાયું. બનાસબેંકના ચેરમેન.. પ્રભારી સહિત બહુમાન યોજાયા.

Shanti Shram

ગિરનાર તીર્થોદ્ધારક આ.શ્રી નીતિસુરિજી સમુદાયના ગચ્છાધિપતી પ.પૂ આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. ના ૮૯મા જન્મ દિને કોટિ કોટિ વંદના

Shanti Shram

અમદાવાદ ત્રીસ્તુતિક જૈન સંઘ મધ્યે પાઠશાળાની ભવ્ય શોભાયાત્રા તથા સન્માન સમારોહ યોજાયો.

Shanti Shram

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ APMC સભાખંડમાં કેન્દ્ર સરકારના સુશાસન ના ઉપલક્ષમાં  એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

Shanti Shram