Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત શિક્ષણ

દાહોદના ગુલતોરા પ્રાથમિક શાળાના બહુમુખી પ્રતીભા ધરાવતા શિક્ષકનું શાલ ઓઢાડી કરાયું સન્માન

દાહોદ જિલ્લાના ગુલતોરા પ્રાથમિક શાળાના શિક્ષક નૈમેશ ચૌધરીએ પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે શાળામાં ભજન ધૂન અને ઉદઘોષક તરીકે મહત્વની ભૂમિકા ભજવી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં ડાયરામાં રાસગરબા,સંતવાણીના, કાર્યક્રમો આલ્બમો રમઝટ જમાવતા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલતોરા પગાર કેન્દ્રમાં નૈમેશભાઇ ચૌધરી મૂળ માણસા તાલુકાના આનંદપુરી વેડ ગામના વતની છે. તેઓને નાનપણથી જ સંગીતનો શોખ છે હાલ ગુલતોરા પગાર કેન્દ્રમાં બાળકોને અભ્યાસની સાથે સાથે ભજન ધૂન અને ઉદઘોષક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે-સાથે તેઓ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિસ્તારોમાં રાસ ગરબા ડાયરો અને ભજન ઉપરાંત લગ્નપ્રસંગ બેવફાઈનાં ગીતો આલ્બમ જન્મદિવસની શુભેચ્છાઓના કાર્યક્રમો પણ ગાવાની સરસ શૈલીમાં કાર્યક્રમ યોજાશે. ત્યારે તાજેતરમાં ચારાડા ગામ ખાતે ગોગા મહારાજના અગિયાર કુંડી મહાયજ્ઞામા ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી અને દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત સામાજિક આગેવાનો હરિશભાઈ ચૌધરી અને કાશવા ગોગા મહારાજ મંદિરના ભુવાજી રાજા ભગત ની ઉપસ્થિતિમાં દૂધસાગર ડેરીના ચેરમેન શાલ ઓઢાડી અને નૈમેશ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

संबंधित पोस्ट

નતાડીયા ગામ ના સરપંચ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક પાણીના બોર ની વ્યવસ્થા કરતા તાલુકા પ્રમુખ

Shanti Shram

સફાઈ કર્મચારીની ઈમાનદારીને સલામ adani airport staff

Shanti Shram

શ્રી કાંકરેજી સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રજનીભાઈ શેઠનું  શેઠ પરિવારજનોએ સન્માન કર્યું

Shanti Shram

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળવાટિકામાં ‘પા પા પગલી’ પ્રોજેક્ટ શરૂ કરાયો

Shanti Shram

જૈન ધર્મ અને જૈન સાધુ સંતો વિરુધ્ધ કાર્ય કરતા અનુપ મંડલના વિરોધમાં જૈનો સંગઠીત થઇ અવાજ ઉઠાવી રહ્યા છે.

Shanti Shram

સાંસદ પ્રભુ વસાવા ઝાલોદ ના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવ્યા

Shanti Shram