Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મેંના કરશે ઓલોમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુર્હત

અમદાવાદ શહેરમાં વધુ એક ઓલોમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે અને તેનું ખાતમુર્હત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ ખાતમુર્હના કાર્યક્રમમાં કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો હાજરી આપશે. આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ખાતમુર્હતને લઇ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવાં આવી રહી છે.અમદાવાદ શહેરમાં 29મી મેં ના રોજ રવિવારે નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુર્હતને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો આવવાના હોવાથી તમામ કામગીરી ટેન્ડર કે ક્વોટેશન મંગાવ્યા વગર અનુભવી એન્જસીઓ પાસે કરાવવા પણ મંજૂરી માંગવામાં આવી છે.આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે અને ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હોય ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળ પર ડેકોરેશન, એલ.ઈ.ડી. લાઈટ સાઉન્ડ સિસ્ટમ સહીતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવશે.કાર્યક્રમમાં ગ્રીન રમ અને વી.આઈ.પી લોન્જ તમામ વ્યવસ્થા ઉભી કરવાની સાથે આરોગ્યલક્ષી વ્યસ્થા પણ તંત્ર દ્વારા કરાઈ છે.

Advertisement

संबंधित पोस्ट

આનંદનગર મધ્યે નિર્માણાધીન જિનાલયની ભૂમિ પર સ્નાત્ર મહોત્સવ યોજાયો.

Shanti Shram

‘તાઉ-તે’ની તબાહીનાં દૃશ્યો જુઓ તસવીરોમાં: અનેક વૃક્ષો ધરાશાયી થયાં ;સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર બન્યો

shantishramteam

ઉમરા જૈન સંઘ,સુરત મધ્યે ર૦ સંયમીઓની વડી દીક્ષાનો ભવ્ય હેમપથ મહાવ્રતોત્સવ

Shanti Shram

ધોરણ-10 ની માર્કશીટ વગર સ્કૂલોએ ધોરણ-11 માં એડમિશન આપવાનું શરૂ કર્યું

shantishramteam

પીએમ ના કાર્યક્રમ માં ચાણસ્મા ડેપોની 30 એસટી બસો મુકાઈ

Shanti Shram

દીઓદર તાલુકામાં “શૌચાલય કૌભાંડ”માં અટવાતી પ્રજા

Shanti Shram