Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે તૈયાર થનારી ચેરિટી કચેરીનું ભૂમિપૂજન આજરોજ સંપન્ન થયું હતું. રાજ્યના ૦૮ જિલ્લાને નવા ચેરિટી ભવનની સોગાદ મળવા જઈ રહી છે ત્યારે આ ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું હતું.

….આ પ્રસંગે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, રાજ્યના ચેરિટી તંત્રએ ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટ ડિજિટલાઈઝ કર્યાં છે. આ રેકર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ઈન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના યોગદાનની સરાહના કરી હતી. તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી જણાવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. આ રેકર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે. રાજયના ચેરીટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જિલ્લાઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ઓનલાઈન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર ખાતે જલ ભવન પાસે આ નવી કચેરી માટે જમીન ફાળવવામાં આવી છે. આ ભવનના નિર્માણથી સુરેન્દ્રનગરમાં લિટિગન્સને સરળતાથી ન્યાય મળશે. આ ઉપરાંત, આધુનિક ભવન હોવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને એક જ જગ્યાએ તમામ સુવિધા ઉપલબ્ધ થશે.

Advertisement

..આ પ્રસંગ્રે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી જગદીશભાઈ મકવાણા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ઝાલા, વઢવાણ પ્રાંત અધિકારી વી. એન. સરવૈયા, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર એમ. વી. બારોટ તથા સંબંધિત વિભાગના અધિકારીઓની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સેવાભાવી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક આજ રોજ યોજાઈ

Shanti Shram

ભરૂચ-પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ની ભાજપમાં ઘર વાપસી-પાટીલે ખેસ પહેરાવી કર્યો પાર્ટીમાં સ્વાગત

Shanti Shram

અઠવા લાઇન્સ સુરત મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જગચ્ચંદ્ર સૂરિશ્વરજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો.               

Shanti Shram

સાવન 2022: સાવન મહિનામાં શિવ સાથે જોડાયેલી આ 5 વસ્તુઓ લાવો, મહાદેવની કૃપા વરસશે

Shanti Shram

થરા મુકામે પૂજ્ય સાધ્વીજી ભગવંત કાળધર્મ પામ્યા.

Shanti Shram

જરી ઉદ્યોગકારોએ જીઆઇ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે : કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજય મંત્રી દર્શનાબેન જરદોશ

Shanti Shram