Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય અમદાવાદ ગુજરાત ધાર્મિક બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

શાંતિશ્રમ સમાચાર તાઃ2-05-2022 સમાચારની હાઈલાઈટ

Shantishram News, Diyodar, Gujarat.

૧) સુરત સોમ ચિંતામણી મધ્યે બનાસકાંઠા ના વતની વડેચા ધરમશીભાઈ ઔત્તમચંદ ભાઈ પરિવારના મુમુક્ષુ આંગીબેન દિલીપભાઈ વડેચા ની પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય યશો વિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં વર્ષીદાન યાત્રા તેમજ ભક્તિ ભાવના યોજાઈ

Advertisement

૨) ધર્મચક્ર તીર્થ સ્થાપક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જગ વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નું નડિયાદ મધ્ય ભવ્ય સામૈયુ યોજાયું. જૈન એલર્ટ ગ્રુપ ઓફ નડિયાદ દ્વારા પ્રથમ કાર્યક્રમ કરવામાં આવ્યો, પૂજ્ય શ્રી નું ચાતુર્માસ નડિયાદ મધ્યે થવાનું હોઇ યુવાનોમાં અનેરો ઉત્સાહ વ્યાપ્ત થયો

Advertisement

૩) જલંધર પંજાબ મધ્યે 522 વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા ની છત્રછાયામાં શ્રી ગુરુ પ્રેમ આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કુલ ચંદ્ર સૂરીશ્વરજી કેસી મહારાજ સાહેબ આદિ ઠાણા નું વૈશાખ માસ નું મહા માંગલિક યોજાયું

Advertisement

૪) ઊંઝા નગર મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્ન ચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય  શ્રીમદ વિજય ઉદય રત્ન સૂરિશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નું ભવ્ય સામૈયું યોજાયું

Advertisement

૫) પાલીતાણા મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય અભય ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં ઉનાળુ વેકેશનમાં બાળકો ની 99 યાત્રાનો પ્રારંભ થયો, જેમાં 800 જેટલા આરાધકો જોડાયા

Advertisement

૬) કલ્યાણ મુંબઈ મધ્યે પાર્શ્વ પદ્માવતી આરાધક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રભાકર  સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં વૈશાખ માસ નું મંગલકારી માંગલિક યોજાયું.

Advertisement

૭) પદ્મભૂષણ રાજ પ્રતિબોધક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદી ઠાણાનો પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય યુગ સુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા રત્નકુક્ષી કલ્પનાબેન કૌશિકભાઇ સંઘવીના વર્ષીતપના પારણા નિમિત્તે મણીલક્ષ્મી તીર્થ મધ્યે ધામધૂમ સહ પ્રવેશ થયો.

Advertisement

૮) સોલા રોડ જૈન સંઘ મધ્યે જૈનમ જયતિ શાસનમ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસોને આંશિક રાહત થાય તે હેતુથી 400 લિટર જેટલી છાશનું વિતરણ કરાયું

Advertisement

૯) પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરક નિશ્રામાં જૈન એલર્ટ ગ્રુપ ઓફ ચરોતર તથા જૈન એલર્ટ ગ્રુપ ઓફ વડોદરા નું યુવા મિલન સમારોહ યોજાયો, આ પ્રસંગે કલ્પેશભાઈ શાહ આદી મહાનુભવો એ ઉપસ્થિત રહી પ્રેરણા પૂરી પાડી.

Advertisement

૧૦) સુરત મધ્યે IPS ઉષાબેન રાડાના ગૃહ આંગણે પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રીમદ્ વિજય યશો વિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા એ પાવન પગલાં કર્યા અને IPS ઉષાબેન ને શાસન તેમજ દેશસેવાના આશીર્વાદ આપ્યા.

Advertisement

૧૧) જોધપુર રાજસ્થાન મધ્યે ડહેલાના સમુદાયના વડીલ નાયક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પિયુષ ભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સ્થાનક વાસી, તેરાપંથ, તેમજ શ્વેતાંબર જૈન સંઘ સાથે જોડાઈ અદભુત ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના તેમજ સિધ્ધચક્ર પૂજન યોજાયું.

Advertisement

૧૨)  ગૌતમ સ્વામી જૈન સંઘ વાસણા અમદાવાદ મધ્યે ગુરૂ કલ્પ કૃપાપાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીલ રત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો કુમારી શીલા રાજુભાઇ શાહ ના વર્ષીતપના અનુમોદનાર્થે પરિવારના આંગણે પગલાં તેમજ બેસતા મહિનાનું માંગલિક યોજાયું.

Advertisement

૧૩) દહીસર મુંબઈ મધ્યે ગુરુ કલ્યાણ કૃપાપાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીવસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની નિશ્રામાં શત્રુંજય મહા તીર્થ ની ભાવયાત્રા તથા પ્રવચન અને નવકારશી યોજાઇ

Advertisement

૧૪) આનંદ નગર જૈન સંઘ, સેટેલાઈટ ના આંગણે નીતાબેન રાજેન્દ્રકુમાર કુરિયા પરિવાર ના મુમુક્ષુ મિતેન ની ભવ્ય વર્ષીદાન યાત્રા યોજાઇ, તેમજ વર્ષીદાન યાત્રા બાદ નવકારશી યોજાઇ, આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો તથા શ્રી સંઘના સભ્યો જોડાયા.

Advertisement

૧૫) સુરત નગરે ૐકારસૂરી આરાધના ભવન પાલ મધ્યે પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોવિજયજી સૂરિશ્વરજી મહારાજ સાહેબ, પુજ્ય આચાર્ય શ્રી ભાગ્યેશ વિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબ ની પાવનનિશ્રામાં ફુલ ટાઈમ જૈન પાઠશાળા ભણાવતા પંડિતવર્યોનું એક મિલન સમારોહ યોજાયેલ.

Advertisement

૧૬) સુરતના પેજ ૩ મેગેઝિન દ્વારા ગુજરાત સ્થાપનાદિનની પૂર્વ સંધ્યાએ જીવનભારતી રંગભવનમાં યોજાયેલા સમારોહમાં જૈન અગ્રણી વક્તા અને લેખક શ્રેણીક વિદાણી ગુજરાતનો ગૌરવવંતો દીકરો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

 

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

संबंधित पोस्ट

લક્ષ્મી ગ્રુપ ના Laxmi Eternia રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ નો શુભારંભ થશે

Shanti Shram

શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં રિષભ પંત કરશે દિલ્હી કેપીટલની કપ્તાની Delhi Capital IPL2021

shantishramteam

થરા નગરે સિધ્ધચક્ર મહાપૂજન યોજાયું.

Shanti Shram

ગુરુરામ પાવન ભૂમિ, સુરત મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી નો ચાતુર્માસ પ્રવેશ થયો.

Shanti Shram

સુરતના આંગણે ૧૩-૧૩ મુમુક્ષુઓનો સમૂહ મુહુર્ત પ્રદાનોત્સવ ઉજવાયો.

Shanti Shram

દીઓદરમાં પ્રેસ કલબ દ્વારા સન્માન સમારોહ

Shanti Shram