Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જીવનશૈલી ધાર્મિક પાટણ બનાસકાંઠા બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય

શાંતિશ્રમ સમાચાર તાઃ ૦૪-૦૪-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shantishram News, Diyodar, Gujarat.

  • શ્રી ગોડીજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ પુના મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન ગુરુકૃપા નિધાન પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા ગુરુદેવની આગ્ના થી બેસતા મહિને મહા માંગલિક ફરમાવવામાં આવ્યું. પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યુ કે પુજ્ય ગચ્છાધિપતિનુંસ્વાથ્ય સારુ છે અને પુજ્ય શ્રી ટુંક જ સમય માં શ્રીસંઘ મધ્યે પધારશે.

Advertisement
  • પાલીતાણા શાશ્વત ગિરિરાજની પાવન ભૂમિ પર પુજ્ય વડીલ નાયક આચાર્યશ્રી વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજા ડહેલાવાળા તથા પુજ્ય આચાર્યશ્રી પીયૂષભદ્ર સુરીશ્વરજી મહારાજા ની પ્રેરણાથી ભવ્યાતિભવ્ય માતુશ્રી ચન્દ્રાબેન ચીનુભાઈ દોશી આરાધના ભવનનું ઉદ્ઘાટન તારીખ 27– માર્ચ ના રોજ દોશી પરિવાર, કંપાણી પરિવાર તથા શાહ પરિવાર ના વરદ હસ્તે પૂજ્ય આચાર્યશ્રી જયાનંદ સૂરીશ્વરજી મહારાજા તથા  પૂજ્ય આચાર્યશ્રી  પુન્ડરિક રત્ન સૂરીશ્વરજી મહારાજાઆદિ શ્રમણ શ્રમણી ભગવંતો ની નિશ્રામાં સંપન્ન થયું

  • થરા નગરની ધન્યધરાએ થરા નગરના પૂર્વસરપંચ શ્રી તથા અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને કાંકરેજી સમાજના પ્રગતિ મંડળના પૂર્વ સલાહકાર જૈન શ્રેષ્ઠી ફકીરચંદભાઈ કાળીદાસ મહેતાની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથી નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તા.૩- એપ્રિલ ના રોજ પાવાપુરી જૈન દેરાસરમાં યોજાયેલ. પરિવારના સદસ્ય છનાભાઈ, ર્ડા.મંગળભાઈ, ધીરજભાઈ, અશ્વિનભાઈ આદિએ સૌને આવકારેલ. બાદમાં સંઘ સ્વામિવાત્સલ્ય યોજાયેલ.

Advertisement
  • કાંકરેજ પંથકના ઈન્દ્રમાણાના વતની રમણિકલાલ લહેરચંદભાઈ ભોટાણી ના ધર્મપત્નિ દેવિલાબેન ની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા શ્રી અમીઝરા વાસુપૂજ્ય સ્વામીની છત્રછાયામાં તા.૩-એપ્રિલના રોજ શ્રી સિધ્ધચક્ર મહાપૂજન પૂજ્ય આચાર્યશ્રી ચંદ્રભુષણ સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાયેલ. સવારે પૂજ્ય ગુરૂભગવંતોનો સામૈયા સહ પ્રવેશ થયેલ. પધારેલા સૌને પરિવારના રમણિકભાઈ, વિજય, મોન્ટુ આદિ એ આવકારેલ. બાદમાં નવકારશી તેમજ સાધર્મિક ભક્તિ યોજાયેલ.

  • સુરત નગરે શ્રી મણિધારી લકઝરીયા જૈનસંઘ પાલ ના આંગણે શ્રી સુમતીનાથ ભગવાન આદિની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૯-એપ્રિલ થી તા.ર૧-એપ્રિલ સુધી પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની પાવન નિશ્રામાં યોજાનાર છે. જેની પત્રિકા લેખન તા.૩-એપ્રિલ ના રોજ પૂજ્ય આચાર્ય શ્રી પુર્ણચંદ્ર સૂરીજી મહારાજ સાહેબ આદિની પાવનનિશ્રામાં યોજાયેલ. જેનો જય જિનેન્દ્રનો લાભ લેનાર કાંકરેજી સમાજના સરદારપુરા(રવેલ) ના વતની સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવારજનો તથા શ્રી સંઘ પત્રિકા લેખન કરી રહ્યા છે.

Advertisement
  • કાશ્મીર ક્ષેત્રમાં ગુરુ પ્રેમ આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી કેસી મહારાજ સાહેબ આદિ ઠાણા ગુરુ ભગવંતોએ સેંકડો હિન્દુ તેમજ શીખ સંપ્રદાયના લોકોને જૈન ધર્મ અને અહિંસા નુ પ્રવચન આપેલ.

  • નાથપુરા નિવાસી વસંતીબેન સોમાલાલ મહેતા પરિવાર દ્વારા પરિવારના જમાઈ શ્રી મુમુક્ષુ દિલીપકુમાર તથા લાડલી દીકરી મુમુક્ષુ રક્ષાબેનના સંયમ વધામણા યોજાયા. પ્રસંગે પરિવારના સોમાલાલ, અશ્વિનભાઈ, અતુલભાઇ પધારેલ સૌને આવકારેલ. આ પ્રસંગે સંવેદના ભાવિકભાઈ મહેતાએ કરાવેલ તથા સંગીતના સૂર ક્રુણાલભાઇ સુરાણીએ પુરાવેલ.

Advertisement
  • કાંકરેજી સમાજના નાથપુરાના વતની મહેતા પરિવારના દ્વારા તેમના કુળદેવતા શ્રી ક્ષેત્રપાળદાદાના મંદિરનું ખાતમુહુર્ત તથા ક્ષેત્રપાળ દાદાને મહેમાન ગતિના પાવન અવસર તા.૩ એપ્રિલ ના રોજ યોજાયેલ. સવારે સૌ પરિવારજનોએ વાજતે-ગાજતે જ્યાં નવિન મંદિર નિર્માણ કરવાનું છે ત્યાં ખાતમુર્હુત કરેલ. બાદમાં નવકારશી યોજાયેલ. નાથપુરામાં રહેતા ૬ જેટલા મહેતા પરિવારના સદસ્યો એ ઉદારતા પૂર્વક લાભ લીધેલ

  • નાથપુરાના વતની તાણેચા શંકરલાલ નગીનદાસના ધર્મપત્ની મુમુક્ષુ દેવીલાબેનનું પ્રવજ્યા અંગીકારનું મુહુર્ત પૂજ્ય જ્યોતિષાચાર્ય ર્ડાક્ટર આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં તા.૩ એપ્રિલના રોજ સીમંધર સ્વામી જૈન દેરાસર વસ્ત્રાપુર અમદાવાદ મધ્યે અપાયેલ. ચૈત્રવદ-પ તા.ર૧એપ્રિલ ના રોજ મુમુક્ષુ શંખેશ્વર મધ્યે દીક્ષા ગ્રહણ કરશે

Advertisement
  • મુંબઈ મધ્યે શ્રી રાજ ઠાકરેને શેર પ્રતિક ચિન્હ તથા સ્ટારરાજ ફોલ્ડર આપી સન્માનીત કરતાં સ્ટાર રીપોર્ટના સંપાદક અને આઈજાના અગ્રણી હાર્દિક હુંડીયા સાથે જગદીશ મહેતા, લલીત શાહ આદિ મહાનુભાવો

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

संबंधित पोस्ट

કુશ્તીબાજ સુશીલ કુમાર વિરુદ્ધ જાહેર થઇ લુકઆઉટ નોટિસ, 5 મે પછી છે ફરાર

shantishramteam

ઓસ્ટ્રેલિયા : ભારતથી ચોરી થયેલી 14 મૂલ્યવાન કલાકૃતિને પરત કરશે, આ મૂર્તિનો છે સમાવેશ

shantishramteam

દીઓદર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાની ભલામણથી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ દ્વારા રૂા.૧૩.પ૦ કરોડના રસ્તાના કામો મંજુર કરાયા

Shanti Shram

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ શ્રી મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો, આંશિક લોકડાઉન 31મી મે સુધી લબાવવું જોઈએ

shantishramteam

મોદી સરકારની Twitter ને આખરી ચેતવણી

shantishramteam

જો 30 મિનિટથી વધુ સમય સુધી ઓફિસમાં કામ કરશો, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે

shantishramteam