આગામી 1લી ઓગષ્ટથી મહારાષ્ટ્રમાં ઘરે-ઘરે જઈને બીમાર લોકોને વેકસીન આપવાનું અભિયાન શરુ કરશે. મહારાષ્ટ્ર સરકારના આ રસીકરણ અભિયાન અંગે મુંબઈ હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારે હાઇકોર્ટને જણાવ્યુ કે સામાન્ય જનતા માટે કોવીડ રસીકરણ અભિયાન મફત હશે. રાજ્ય સરકારે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યુ કે ઘરે ઘરે રસીકરણ અભિયાન વૃદ્ધો, પથારીમાં પડેલા દર્દી અને ગંભીર રીતે બીમાર રોગીઓ માટે છે, જે રસીકરણ અભિયાન માટે યોગ્ય છે.
રસીકરણ અભિયાન બૃહદ મુંબઇ નગર નિગમ (બીએમસી)ના અધિકાર વિસ્તારમાં થશે.આ પહેલા મહારાષ્ટ્ર સરકારે ડોર ટૂ ડોર કોવિડ રસીકરણ અભિયાન માટે નીતિ તૈયાર કરવા જાણકારો અને હિતધારકોની એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની હાઇકોર્ટની પીઠે રાજ્ય સરકારના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યુ, કેન્દ્ર સરકાર ઘરે ઘરે વેક્સીનેશન માટે આગળ નથી આવી, જોકે, રાજ્ય સરકાર આગળ વધી છે જે એક પ્રશંસનીય પગલુ છે.
બોમ્બે હાઇકોર્ટે કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર અને બીએમસી રસીકરણ અભિયાનની સાથે આગળ વધી શકે છે અને 6 ઓગસ્ટ સુધી એક સ્થિતિ રિપોર્ટ જમા કરી શકે છે. રાજ્ય સરકાર અને બીએમસી આ સુનિશ્ચિત કરવામાં કોઇ કસર નહી છોડે કે પથારીમાં પડેલા વધુ વ્યક્તિઓને કોવિડ-19 વેક્સીનનો લાભ મળશે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યુ કે તેને મુંબઇમાં 3,505 લોકોની પ્રતિક્રિયા મળી છે, જે પથારીમાં પડેલા છે અને રસીકરણ કેન્દ્રો સુધી નથી આવી શકતા તેમને ઘર બેઠા વેકસીન અપાશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268