વિશ્વના સૌથી ઝેરીલા સાપનું નામ કાળા પટા ધરાવતો સી સ્નેક છે. સમુદ્રમાં રહેતા આ પ્રજાતિના ઝેરીલા સાપ દક્ષિણ-પૂર્વ એશિયા અને ઉત્તર ઑસ્ટ્રેલિયા માં જોવા મળે છે. તેના ઝેરના એક ટીપામાંથી એક હજાર લોકોનાં મૃત્યુ થઈ શકે છે. સમુદ્રમાં માછીમારી કરતા માછીઓ માછલીપકડતી વખતે દુનિયાના આ સૌથી ઝેરીલા સાપનો શિકાર બને છે આ સાપનું નામ બ્લેક બેલીડ કોરલ છે. આ પહેલાં આ દુર્લભ પ્રજાતિનો સાપ 2019માં નૈનિતાલમાંથી મળ્યો હતો પણ એ મૃત અવસ્થામાં હતો. આ વખતે પહેલીવાર દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ જીવતો મળ્યો છે. ભારતીય વન્યજીવ સંસ્થા ના સરીસૃપ વૈજ્ઞાનિકોએ આ સાપ ને શોધી કાઢ્યો છે.
નામનો દુર્લભ પ્રજાતિઆ સાપ મસૂરી ના વન્યજીવ અભયારણ્ય પાસે ભદ્રરાજ મંદિર નજીક 6233 ફૂટ ઊંચાઈએ પહાડ પર રહે છે. આ પહેલાં બ્લેક બેલીડ કોરલ નો ઝેરીલો સાપ જે મૃત હાલતમાં મળ્યો હતો તે 3608 ફૂટ ઊંચાઈવાળા પર્વત પરથી મળ્યો હતો. આ દુર્લભ પ્રજાતિના ઝેરીલા સાપની સૌથી પહેલી શોધ અંગ્રેજ સરીસૃપ વૈજ્ઞાનિક કર્નલ ફ્રેંકવાલે કરી હતી. હવે આવો જીવતો સાપ ભારતના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.
આપણા દેશ માં આમ તો સાપ ની 270 પ્રજાતિઓ છે અને તેમાંથી 50 પ્રજાતિઓમાં જ ઝેરીલા સાપ જોવા મળે છે. આમાંથી પણ 6 પ્રકારના સાપ સૌથી વધુ ઘાતક અને ઝેરીલા છે. સૌથી વધુ ઝેરીલો સાપ છે ઈન્ડિયન ક્રેટ. દેશનાં ગાઢ જંગલો તેને રહેવા માટે ખૂબ માફક આવે છે. નેચર ડોટ કોમના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે સરેરાશ 45,900 લોકોનાં સાપ કરડવાથી મૃત્યુ થાય છે. આમાં આપણા ગુજરાત ના ખેડૂતો પણ હોય છે, જે રાત્રે ખેતરમાં પાણી વાળવા જાય ત્યારે સાપ કરડતાં અકાળે મૃત્યુ પામે છે અને દુનિયામાં દર વર્ષે મહત્તમ 1 લાખ 38 હજાર લોકોનાં ઝેરી સાપ કરડવાથી મૃત્યુ થાય છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268