થાક લાગ્યો હોય કે માથુ દુખતુ હોય…આપણાં શરીરને આરામ આપવા માટે આપણે ઘણી વાર કોફી પીતા હોઇએ છીએ. કોફી પીવાથી માથુ દુખતુ બંધ થઇ જાય છે અને તરત રાહત મળે છે. કોફી વ્યક્તિને તાજગી અને સ્ફૂર્તિ આપે છે. જો કે ઘણાં લોકો શોકના ખાતર અને આદતને કારણે રોજ કોફી પીતા હોય છે. તમને જણાવી દઇએ કે કોફી પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઇ જાય છે અને સાથે જ બેલી ફેટ ઓછુ કરવામાં પણ મદદ મળે છે. તો જાણો તમે પણ કોફી પીવાથી શરીરને શું થાય છે ફાયદાઓ.
વજન ઓછુ
વજન ઓછુ કરવા માટે તમે ઘરેલું ઉપાયમાં કોફીને એડ કરી શકો છો. કોફીમાં કેફીન, મેટાબોલિઝમ એટલે કે ભોજનમાંથી બનતી ઊર્જા બનવાની ક્રિયાને વધારે છે. આ સાથે જ આનાથી થતી ગરમી મોટાપાને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે કેફીનથી મેટાબોલિઝમ વધે છે જેના કારણે તમારું વજન ઉતરે છે.
ડાયાબિટીસ
ટાઇપ 2 ડાયાબિટીસના લોકો માટે કોફી બહુ ફાયદાકારક છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જે લોકો કોફી પીવે છે એ લોકોને બીજા કરતા ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો ઓછો રહે છે. આ સાથે જ આખો દિવસ મુડ પણ ફ્રેશ રહે છે.
હાર્ટને લગતી તકલીફો
આજના આ સમયમાં દિવસેને દિવસે હાર્ટને લગતી તકલીફોમાં વધારો થઇ રહ્યો છે. અનેક લોકો હાર્ટને લગતી બીમારીઓથી પીડાતા હોય છે. હાર્ટને લગતી બીમારીની દવા પાછળ અનેક ઘણો ખર્ચો થતો હોય છે. આમ, તમને જણાવી દઇએ કે એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે જો તમે રોજ ઓછી ખાંડ વાળી કોફી પીવો છો તો તમને હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ટળી જાય છે.
કેન્સર
એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે રોજ 2 કપ કોફી પીવાથી લિવર, પ્રોસ્ટેટ અને એન્ડોમેટ્રિયલ કેન્સરનું જોખમ ક્રમશ 27 ટકા, 3 ટકા અને 12 ટકા જેટલું ઓછુ થઇ જાય છે. જો કે આ વિશે તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણકે કેન્સર એક ઘાતક બીમારી છે. જેનો ઇલાજ સમય પર થવો ખૂબ જરૂરી છે.