આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપતા કર્મચારીઓનો રક્ષાબંધન પર્વ પર સાતમાં પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની (NPA) મંજૂરી આપવામાં આવતા કર્મચારીઓમાં આનંદ અને ખુશીનો લહેર જોવા મળી રહી છે.
આજે ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ GMERSના અધ્યાપકોને સરાકને મોટી ભેટ આપી છે. રક્ષાબંધનના તહેવારના દિવસે જ DyCM નીતિન પટેલે એક મોટી જાહેરાત કરતા ગુજરાતના ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પગારપંચની મંજૂરી આપી દીધી છે. જેથી ઈન-સર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાતમાં પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની (NPA) મંજૂરી આપી છે.
આજે રક્ષાબંધનનાં પાવન પર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ટ્રિવર કરીને આ જાહેરાત કરી છે.જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઇ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તકીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની ભેટ આપી છે.’
મહત્તવનું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો હડતાળ પર ઉતાર્યા હતા. આ તબીબો 2008થી પેન્ડિંગ રહેલી 15 માંગણીઓની અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું. આ બાદ GMERSફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તેમની પડતર માંગણીઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પૂર્વક સાંભળી તેમની મોટા ભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સંદર્ભે GMERS કોલેજોના તબીબી શિક્ષકો માટે સારો નિર્ણય લીધો હતો. જેમાં સરકારી મેડીકલ કોલેજોના તબીબી શિક્ષકોના કિસ્સામાં સાતમા પગાર પંચના સંદર્ભમાં જે ધોરણે NPA(નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ) મંજુર કરવામાં આવે તે ધોરણે સાતમા પગાર પંચના ધોરણ મુજબ એન.પી.એ. મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યના સરકારી તબીબી શિક્ષકોને ગુજરાત મેડિકલ ટીચર્ચ એસોસિએશન NPAના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશે તેમ પણ જણાવ્યું હતું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268